નેત્રંગ : પ્રાથમિક કન્યા શાળા - નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ - ૨૦૨૪નુ આયોજ કરવામાં આવ્યું હતું. - At This Time

નેત્રંગ : પ્રાથમિક કન્યા શાળા – નેત્રંગ ખાતે વાર્ષિકોત્સવ – ૨૦૨૪નુ આયોજ કરવામાં આવ્યું હતું.


બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૨૮/૦૩/૨૦૨૪

કેમેરા મેન - મુકેશ વસાવા

નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા ખાતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાથમિક કન્યા શાળા દ્વારા પાછલા ૬ વર્ષથી બાળકોના સર્વાંગી વિકાસ સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી શકે તે હેતુથી આ વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતુ.

આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જે બાદ પ્રાથમિક કન્યા શાળાની બાળાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમજ શાળામાં ૧૦૦% હાજરી ધરાવતી અને સ્ત્રાંત પરીક્ષામાં પ્રથમ અને સહઅભ્યાસિક પ્રવુતિમાં પ્રથમ આવનાર વિદ્યાર્થિનીઓને ઈનામ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહીત કરી હતી. તેમજ

આ પ્રસંગે નેત્રંગ બી.આર.સી. સુધાબેન, તાલુકા વિકાસ અધિકારી શોહેલ પટેલ, તાલુકા ખેતીવાડી વિસ્તરણ અધિકારી યોગેશ પવાર, વન વિભાગ ખાતે થી હરિલાબેન, પ્રાથમિક કુમાર શાળા આચાર્ય અનીતાબેન વસાવા, શાળાના આચાર્ય સહિત મોટી સંખ્યમ વાલીઓ અને વિદ્યર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image