જસદણમાં દિવસે ને દિવસે દારૂ પીવાનું પ્રમાણ વધતું જાય છે ! ગુજરાતમાં દારૂ બંધી તો કોની મીઠી નજર હેઠળ આવે છે દારૂ ? - At This Time

જસદણમાં દિવસે ને દિવસે દારૂ પીવાનું પ્રમાણ વધતું જાય છે ! ગુજરાતમાં દારૂ બંધી તો કોની મીઠી નજર હેઠળ આવે છે દારૂ ?


જસદણમાં દિવસે ને દિવસે દારૂ પીનારાનું પ્રમાણ વધ્યું, ગુજરાતમાં દારૂ બંધી તો કોની મીઠી નજર હેઠળ આવે છે દારૂ ? જસદણ આટકોટ માં રોજ દારૂ પીવા વાળો વર્ગ વધતો જાય છે પોલીસ સ્ટેશનમાં અન્ય કરતા સૌથી વધુ દારૂડિયાની ફરિયાદુ દાખલ થાય છે મતલબ ક્રાઇમ કરતા સૌથી વધુ બાટલી પીનાર ની ફરિયાદ વધી છે ત્યારે આટલું બધું કડક તંત્ર અને ચુસ્ત નિયમ હોય છતાં જસદણ આટકોટ વીંછિયા દારૂ ક્યાંથી આવે છે ? પોલીસ દારૂ પીવા વાળા ને ઝડપે છે તો વેચનાર ને કેમ ઝડપતી નથી ? જેવા અનેક પ્રશ્નો હાલ પોલીસ વિરુદ્ધ ઊભા થઈ રહ્યા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ પણ થાય કે જ્યારે મોટી ઉંમરના લોકો જો આવા વ્યસન હાલ કરી રહ્યા છે ત્યારે જો નાની ઉંમરના લોકોને પણ સરળતાથી આવા કેફી પ્રવાહી મળી રહેશે અને ગુજરાતમાં તેનું પ્રમાણ વધશે તો એ કોની બેદરકારી હશે ? આજે જસદણ ના સમાચાર જોઈએ તો જસદણ વિંછીયા રોડ તાલુકા પંચાયત પાસે રોડ ઉપર પહોંચતા એક પુરૂષ ઇસમ શંકાસ્પદ હાલતમા ચાલીને નિકળતા જસદણ પોલીસે ચેક કરતા ઇસમને ઉભો રાખી ચેક કરતા કૈફી પ્રવાહી પીધેલ હાલતમાં હોવાનુ જણાતા ઇસમનું નામઠામ પુછતા પોતે પોતાનુ નામ દિલીપભાઇ ઉર્ફે દિપકભાઈ જોરૂભાઈ સાઢમીયા જાતે.દે.પુ ઉ.વ.૩૧ ધંધો. મજુરી રહે.જસદણ વિંછીયા રોડ તાલુકા પંચાયત પાસે તા.જસદણ હોવાનુ થોથરાતી જીભે જણાવેલ જેથી ઇસમે ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી પીધેલ હાલતમાં જાહેરમા મળી આવતા મજકુર ઇસમે પ્રોહિ કલમ ૬૬(૧)બી મુજબ ગુન્હો કરતા પોલીસે અટક કરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.