મહીસાગર.બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન દેવ ખાતે કાર્યરત કરવામાં આવ્યું - At This Time

મહીસાગર.બાલાસિનોર તાલુકા પોલીસ સ્ટેશન દેવ ખાતે કાર્યરત કરવામાં આવ્યું


મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં નવીન પોલીસ સ્ટેશન રચિત કરવામાં આવ્યું છે. બાલાસિનોર પોલીસ સ્ટેશનમાંથી તાલુકા પોલીસ સ્ટેશન ૨૬ મી જાન્યુઆરીના રોજ કાર્યરત કરાયું છે. બાલાસિનોર પોલીસ સ્ટેશનના હદના ગામો અને પેટાપરામાંથી ૧૧૦ વિસ્તાર તાલુકા પોલીસ સ્ટેશન હદમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે.
૨૬મી જાન્યુઆરીનાં રોજ નવીન પોલીસ સ્ટેશન તાલુકાના મધ્યે આવેલ દેવ ખાતે કાર્યરત કરાયું છે તાલુકા પોલીસ સ્ટેશનમાં ૧ પીઆઈ ૧ પી.એસ.આઈ સહિત ૧ ૫૮ કર્મચારીઓનો મહેકમ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં ભાથલા આઉટ પોસ્ટ, પાંડવા આઉટ પોસ્ટ અને જનોડ બીટ જ્યારે ટાઉન પોલીસ સ્ટેશનમાં નિશાળ ચોક ચોકી, ટાઉન બીટ ૧, વડદલા બીટ નો સમાવેશ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.