વિસાવદરવિધાન સભામાં પ્રજા શક્તિ ડેમોકેટિક પાર્ટીના શંકરસિંહ વાઘેલા બાપુ મેદાનેતા.૨૨ એપ્રિલે વિસાવદર સુંદરબા બાગ ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ:ભારે ઉત્કંઠા
વિસાવદરવિધાન સભામાં પ્રજા શક્તિ ડેમોકેટિક પાર્ટીના શંકરસિંહ વાઘેલા બાપુ મેદાનેતા.૨૨ એપ્રિલે વિસાવદર સુંદરબા બાગ ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ:ભારે ઉત્કંઠાહાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ હોવાછતાં રાજકીય પાર્ટીઓના ધામાવિસાવદર ૮૭ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી પંચ જાહેર કરે તે પહેલા દરેક રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી હોય તેમ આમ આદમી પાર્ટીએ તેના ઉમેદવાર તરીકે ગોપાલભાઈ ઇટાલીયાને જાહેર કરેલ છે અને કોંગ્રેસ પણ સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માગતી હોય તેઓના ઉમેદવાર તરીકે ભાવેશભાઈ ત્રાપસીયા, નું નામ તેમજ ચંદ્રિકાબેન વાડોદરિયા અને ભરતભાઈ વિરડીયા નું નામ પાર્ટીમાં ઉમેદવાર તરીકે મોકલવામાં આવેલ હોવાનું લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પણ ચૂંટણી જાહેર થયા બાદ ઉમેદવાર જાહેર કરે તેવી સંભાવનાઓ વચ્ચે પ્રજા શક્તિ ડેમો ક્રેટીક પાર્ટી ના રાજકીય વડા અને સ્થાપક એવા શંકરસિંહ વાઘેલા બાપુ પણ તેમની પાર્ટી તરફથી વિસાવદરવિધાનસભામાં ઉમેદવાર ઉભો રાખનાર હોય ત્યારે આ ચૂંટણી જંગ ખૂબ જ મહત્વનો બની રહેશે અને આ ચૂંટણી જંગ જીતવા માટે અનેક રાજકીય પક્ષો અપક્ષો તથા ધુરંધરો આ ચૂંટણી મેદાનમાં એકબીજાને ભરી પીવા મેદાને ઉતરશે આ તમામની વચ્ચે પ્રજા શક્તિ ડેમો ક્રેટીક પાર્ટી પોતાનો પગ પેસારો આ સીટમાં કરવા જઈ રહી હોય તેવી રીતે તારીખ ૨૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ સવારના ૯-૩૦ કલાકે શહેરમાં આવેલ મિલન હોટલ પાછળના ભાગે આવેલ સુંદરબા બાગ હોલ ખાતે કાર્યકર્તાઓનું એક સંમેલન પાર્ટીના સ્થાપક પ્રમુખ શંકરસિંહ વાઘેલા બાપુ દ્વારા યોજવામાં આવેલ છે અને આ કાર્યકર્તા સંવાદ સંમેલનમાં વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્ય પંથકના ઘણા બધા રાજકીય લોકો આ કાર્યકર્તા સંમેલનમાં હાજર રહી આ પાર્ટીમાં જોડાનાર હોવાનું હાલ ચર્ચાઇ રહ્યું છે ત્યારે રાજકીય રીતે બહુ જ મહત્વની ગણાતી આ વિધાનસભામાં ચૂંટણી યોજવા સંબંધે અગાઉ ગુજરાત હાઇકોર્ટમાં અને ઇલેક્શન પિટિશન પેન્ડિંગ હોવાના કારણે ચૂંટણી યોજાઈ શકેલ ન હતી અને પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ પોતે કરેલી રીટ નામદાર ગુજરાત હાઇકોર્ટમાંથી પરત ખેંચેલ હતી અને આ સિવાયની અન્ય એક રીટ હાલ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે અને તેમાં આગામી મુદત બે જુલાઈને હોવાનું પણ હાઇકોર્ટ ની વેબસાઈટ ઉપર બતાવાઈ રહ્યું છે આ સંજોગોમાં ચૂંટણી પંચ પીસાવદર વિધાનસભાની ચૂંટણી જાહેર કરશે કે કેમ તે એક પ્રશ્ન છે અને ચૂંટણીપંચ હાઇકોર્ટમાં મેટર પેન્ડિંગ હોવા છતાં ચૂંટણી આપવાનો નિર્ણય કરશે કે વિસાવદરની ચૂંટણી જાહેર કરશે તે મણ એકનો સવાલ હોવા છતાં હાલ તો આ વિધાનસભામાં દરેક પક્ષો તથા ઉમેદવારો પોતપોતાના પક્ષ માટે ટિકિટ મેળવવા અને પ્રચારમાં અને જીતવા માટેના શોકઠાઓ ગોઠવી રહ્યા છે ત્યારે ચૂંટણી આવશે કે કેમ કે પછી આ રીટ નો નિર્ણય થયા બાદ ચૂંટણી આવશે તે સમયે જ કહેશે પરંતુ હાલ ચૂંટણી આવવાની છે તેવું માની ઉમેદવારો તથા દરેક રાજકીય પક્ષો પોત પોતાની રીતે વિસાવદર વિધાનસભા સમગ્ર મત ક્ષેત્રમાં પ્રવાસો કરી પોતાને મત આપવા માટે અને પોતાના પક્ષને ઉભો કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
