જેસર ગામની ITI,શ્રદ્ધા હાઈસ્કુલ અને આંગણવાડી ખાતે માનસિક આરોગ્ય શિબિર યોજાઈ - At This Time

જેસર ગામની ITI,શ્રદ્ધા હાઈસ્કુલ અને આંગણવાડી ખાતે માનસિક આરોગ્ય શિબિર યોજાઈ


ભાવનગર જિલ્લાના જેસર ગામે સર ટી.હોસ્પિટલ ભાવનગર ના સહયોગ થી શિલ્પ ઓર્ગેનાઇજેશન સંચાલિત રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ITI જેસર આંગણવાડી વર્કર જૂથ બહેનો તેમજ શ્રદ્ધા માધ્યમિક સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયુ જેમાં ITI ના વિદ્યાર્થીઓ અને આંગણવાડી વર્કર બહેનો તેમજ શ્રદ્ધા માધ્યમિક સ્કુલના વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ દૂર કરવા અવરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાં શાળાના આચાર્ય,શિક્ષકગણ હાજર રહેલા જેમાં વિદ્યાર્થીઓ આંગણવાડી વર્કર બહેનો માનસિક સ્વાસ્થ્ય,વ્યસન મુક્તિ,યોગ,મોબાઈલના વધુ પડતા ઉપયોગથી થતા નુકશાન જેવા વિવિધ વિષયો પર માહિતી તેમજ માર્ગદર્શન આપવામાં આવેલ ડિપ્રેશનના કારણો લક્ષણો અને તેનાથી બચવાના ઉપાયો સમજાવામાં આવ્યા અને આઈ.ઈ.સી મટીરીયલ વિતરણ કરાયુ

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image