બાવળા ની કેરાલા જી.આઈ.ડી.સી માથી ૨૦૫લીટર દેશી દારૂ ઝડપાયો - At This Time

બાવળા ની કેરાલા જી.આઈ.ડી.સી માથી ૨૦૫લીટર દેશી દારૂ ઝડપાયો


સ્થાનીક પોલીસને ઊંઘતી રાખી લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી ૨૫.૪૪૬૦ ના મુદ્દામાલ સાથે બે બૂટલેગરો ને ઝડપ્યા અન્ય એક ફરાર
બગોદરા: અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં દેશી દારૂ નુ વેચાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીનાં આધારે બાવળા ની કેરાલા જી આઈ ડી સી મા આવેલું ત્રિશા કંપની પાસે આવેલ ડી કે ચિકન સેન્ટર પરથી દેશી દારૂ ના કેરબા, પ્લાસ્ટિક ના કોથળા માં ભરેલ દેશી દારુ ૨૦૫ લિટર અને બે મોબાઈલ ફોન સાથે કુલ ૨૫,૪૬૦ના મુદ્દામાલ સાથે દામોદરભાઈ છોટુરામભાઈ કેવટ હાલ રહે બી ૩૦૫ નીલકંઠ રેસીડેન્સી બાવળા, દીગબરભાઈ છોટુરામભાઈ કેવટ રહે હાલ નીલકંઠ રેસીડેન્સી બાવળા બન્ને ને ઝડપી પડવા માં આવ્યાં હતાં અને મુખ્ય બુટલેગર રણછોડભાઈ લાલજીભાઈ કોળી પટેલ રહે કેરાળા , બાવળા વાળા ને વોન્ટેડ જાહેર કરી સ્થાનીક કેરાળા પોલિસ સ્ટેશને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.