આજના અમદાવાદનાં મહત્વના સમાચાર
(૧)ઇસનપુરમાં પુત્ર જમતા-જમતા પિતાને બિભત્સ ગાળો બોલતો હોવાથી માતાએ પુત્રને ગાળો બોલવાની ના પાડી હતી જેથી પુત્રે ઉશ્કેરાઇને વાસણો ફગાવી દીધા હતા અને માતાના માથામાં દસ્તો મારીને લોહી લુહાણ કરી હતી. માતાને સારવાર માટે દાખલ કરાતા માથામાં ચાર ટાંકા આવ્યા હતા. આ અંગે માતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવતા ઇસનપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(2)નરોડામાં રહેતા બે મિત્રો બાઇક ઉપર સૈજપુર રેલ્વે સ્ટેશન ગયા હતા. જ્યાં ચાર શખ્સોએ દારુ પીવા માટે રૃપિયાની માંગણી કરી હતી યુવકે રૃપિયા આપવાનો ઇન્કાર કરતા ચારેય શખ્સોએ ચાકુથી હુમલો કરતા બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઉપરાંત બાઇકમાં તોડફોડ કરીને નાસી ગયા હતા. આ બનાવ અંગે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
(૩)અમદાવાદની પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કરતો વધુ એક તોડકાંડ પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદનાં રીંગ રોડ પર ફરી એક વખત પોલીસે દિલ્હીથી મેચ દેખવા આવેલ યુવકનો તોડ કર્યાનો બનાવ પ્રકાશમાં આવી રહ્યો છે. જેમાં દિલ્હીથી મેચ જોવા આવેલા યુવક પાસે દારૂની બોટલ સાથે પકડાતા પોલીસકર્મીએ ફરિયાદ નોંધવાની જગ્યાએ યુવકનો તોડ કર્યા હતો. ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો હતો.
(૪)અમદાવાદની પ્રખ્યાત ફાર્મા કંપનીમાં CMDની પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરતી બલ્ગેરિયાની 27 વર્ષીય યુવતીએ અમદાવાદની કોર્ટમાં ફાર્મા કંપનીના ચીફ મેનેજિંગ ડિરેક્ટર અને અન્ય એક વ્યક્તિ સામે IPCની કલમ 376, 354, 323, 504 અને 506 મુજબ ગુનો નોંધવા અરજી કરી હતી, એને કોર્ટ ઇન્કવાયરી બાદ રિજેક્ટ કરાતાં યુવતી FIR નોંધાવવા કોર્ટનો નિર્દેશ માગવા ગુજરાત હાઈકોર્ટમાં પહોંચી છે. આ અરજી જજ જે.સી. દોશીની કોર્ટ સમક્ષ ઉપસ્થિત થઈ હતી, જેની પર હાઈકોર્ટમાં 4 ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.
રિપોર્ટ બાય
સૌરાંગ ઠક્કર , અમદાવાદ
બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.