બરડા પંથકના દેગામ ગામે હોળી મહોત્સવ નિમિતે મહેર સમાજ ખાતે દાંડિયારાસનું ભવ્ય આયોજન
મહેર સમાજ દેગામ ખાતે હોળીનાં ત્રીજા પડવાથી દાંડિયારાસમાં કલાકારો, રિધમ ના સંગાથે શુરીલા ગીતોની રમઝાટ બોલાવશે.જયારે તા. ૧૭ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરેલ છે
ગોસા(ઘેડ) : તા.૧૧ પોરબંદર ના બરડા પંથકમાં આવેલ દેગામ ગામમાં ભારતીય સંસ્કૃતિની પ્રણાલી હજુ પણ એકબંધ છે. અહીં ભારતીય સંસ્કૃતિ મુજબ દરેક વાર તહેવાર હર્ષથી ઉજવાય છે.
દેગામ ગામે મહેર સમાજનાં મારદર્શન અને સમસ્ત દેગામ ગામ દ્વારા દર વર્ષ દરમ્યાન આવતા તહેવારો માં ખાસ કરીને હોલિકા મહોત્સવ, જન્માષ્ટમી ( સાતમ આઠમ ) નો તહેવાર તેમજ નવલા નવરાત્રી નો તહેવાર ભારે ઉમંગ, હર્ષ, એકતા અને ભાઈ ચારાની ભાવનાથી ઉજવાતા હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ સાલ પણ આગામી આવતો હોલિકા મહોત્સવ પણ ભારે ધામધૂમથી ઉજવવા નું આયોજન કરવામાં આવેલ છે.
સવંત ૨૦૮૧ ફાગણ સુદ બીજ થી તા ૧૫/૦૩/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી હોળી મહોત્સવના ત્રણ (પડવા) ભવ્ય અને દિવ્ય રીતે મહેર સમાજ (ચામુંડા મંદિર) તેમજ સમસ્ત દેગામ ગામ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મહેર સમાજ ના ખ્યાત નામ મણીયારા દાંડિયા રાસ કે જે દેગામ ચામુંડા રાસ મંડળી જેઓ પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, સુરત, કર્ણાટક સહિત ના શહેરોમાં દાંડિયારાસની રમઝટ બોલાવેલ તે મહેર સમાજના ખેલૈયાઓ ઢોલ અને સરણાઈના નાદે અને નામી કલાકારોના શૂરલા કંઠેથી ગવાતા મણીયારાના તાલે નરબંકા યોદ્ધાઓ દાંડિયારાસથી ધરા ધ્રુજાવશે.
મહેર સમાજ ચામુંડા મંદિર ખાતે બીજા પડવે તારીખ.૧૫/૦૩/ ૨૦૨૫ ને શનિવાર વારના બપોરના ૩:૩૦ કલાકથી બહેનોના ભાતી ગળ અસલી મહે્રાણીઓના તાળી રાસ તથા ભાઈઓના મણિયારો (દાંડિયારાસ) નો કાર્યક્રમમાં નામી કલાકાર ગાયકોમાં છાયાના નાગાજણભાઈ મોઢવાડીયા, અમિતભાઈ ઓડેદરા, દેગામના નાથાભાઈ વિસાણા અને અરજન ભાઈ સુંડાવદરા તેમજ સીમાણીના ગાયીકા કુ.ભાવિષાબેન સુંડાવદરા ખેલૈયાઓને રમતનું જોમ પુરૂ પડશે. આ પ્રસંગે મણિયારા રાસ મંડળીના ખેલૈયાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે.
ત્રીજા પડવે તારીખ.૧૬/૦૩/ ૨૦૨૫ને રવિવાર વારના રોજ બપોરના ૩:૩૦ કલાકથી યોજાનાર દાંડિયારાસના કલાકાર ગાયકોમાં કુછડીના હિતેશભાઈ ઓડેદરા, ભાવપરાના રમેશગીરી ગોસ્વામી, ચંદ્રાવાડાના નાગાભાઈ ખૂંટી, દેગામના બાબુભાઈ વેજાભાઈ અને છાંયાનાં રાજેશ્રીબેન ઓડેદરા મણીયારો રાસ ગાઈ ખેલૈયાઓને શૂરાતન ચડાવશે.
જયારે ચોથા પડવે તારીખ. ૧૭/૦૩/૨૦૨૫ ને સોમવારના રોજ બપોરના ૩:૩૦ કલાકથી યોજાનાર દાંડિયારાસના કલાકાર ગાયકોમાં ભારવાડાના લાખાભાઈ ઓડેદરા, દેગામના વિપુલભાઈ ગોસ્વામી અને દિલીપભાઈ સુંડા વદરા અને પોરબંદરનાં ક્રિષ્નાબેન કુબાવત ઓર્કેસ્ટ્રા સિકંદરભાઈ મીરની ટીમ પોરબંદર તથા સાઉન્ડ સિસ્ટમ દેગામના વિક્રમભાઈ વચ્છરાજ સાઉન્ડનાં સથવારે ખેલૈયાઓને પ્રોત્સાહન પુરૂ પાડશે.
રક્તદાન કેમ્પ યોજશે
તારીખ ૧૭ના રોજ હોળીના તહેવાર ની ઉજવણીની સાથે દેગામ મહેર સમાજ ખાતે માનવ સેવાના કાર્યક્રમમાં દેગામાના ઉત્સાહી સામાજીક કાર્યકર દેવાભાઈ ગોઢાણીયા આયોજીત અને પોરબંદર શ્રી રામ બ્લડ બેંક ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેનો સમય બપોર ના ૨:૦૦ કલાક થી સાંજના ૬:૦૦ કલાક સુધી રાખવામાં આવેલ છે. ત્યારે રાસ ગરબા અને દાંડિયારાસ ની રમઝટ બોલાવવાની સાથે કોઈ ના જીવ લોહીના વાંકે ના જાય અને સમયે મળે રહે તેવા શુભ આશયથી રાખેલા બ્લડ ડોનેશન કેમ્પ માં પણ લોહી આપવાનો થન ગનાટ બતાવવા પણ અપીલ કરવામાં આવી છે
આ હોલિકા મહોત્સવની ઉજવણી પ્રસંગે મહેર સમાજ દેગામ તથા ચામુંડા રાસ મંડળી દેગામ દ્વારા એક અખબારી યાદી માં સૌને હોળી ના પડવાની મોજ માણવા અને દાંડીયારાસ જોવા માટે આમંત્રણ પાઠવવા માં આવ્યું છે.
રિપોર્ટર :-વિરમભાઈ કે.આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
