મલારપુરા ગામની સીમમાંથી દારૂની 678 પેટીઓ પકડાઈ - At This Time

મલારપુરા ગામની સીમમાંથી દારૂની 678 પેટીઓ પકડાઈ


- ખેડા તાલુકામાંથી જંગી જથ્થો મળી આવ્યો- દારૂનું કટિંગ કરતાં 3 શખ્સ પકડાયા અને 7 શખ્સ ફરાર થઇ જતા વોન્ટેડ જાહેર નડિયાદ : ખેડા તાલુકાના મલારપુરા ગામની સીમમાં ખેડા શહેર પોલીસે દરોડો પાડી એક ટેન્કરમાંથી વિદેશી દારૂની ૬૭૮ પેટીઓ કિંમત રૂ. ૩૯,૩૯,૮૪૦ નો જથ્થો ઝડપી પાડયો હતો. અમદાવાદના બે તેમજ બીડજના બે શખ્સોએ વિદેશી દારૂ મંગાવી કટીંગ કરતા હતા. પોલીસે સ્થળ પરથી બે લોડિંગ ટેમ્પા સહિત ત્રણ ઈસમોને ઝડપી પાડી કુલ રૂ. ૭૩,૬૯,૭૧૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો.જ્યારે અન્ય સાત શખ્સોે મળી આવ્યા ન હતા. આ બનાવ સંદર્ભે ખેડા શહેર પોલીસે ૧૧ શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશનનો ગુનો નોધિ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ખેડા શહેર પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળેલ કે મલારપુરા ગામની સીમમાં ગોરપુરા જવાના રોડ ઉપર કે કે હાઉસહોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ પ્લોટ નંબર ૫ રોયલ ઇન્ડસ્ટ્રીયલ આગળ એક બંધ બોડી નું કન્ટેનર વિદેશી દારૂ ભરેલ છે. અને જેમાંથી વિદેશી દારૂની પેટીઓ નાના વાહનો માં ટ્રાન્સફર કરી કટીંગ ચાલુ છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પોલીસે એક કન્ટેનર તથા ત્રણ નાના બંધ બોડી ના લોડિંગ ટેમ્પા ઉભેલ હતા. પોલીસે દરોડો પાડી ત્રણ ઈસમો ને ઝડપી પાડયા હતા. તેઓની પૂછપરછ કરતા તેમણે પોતાનું નામ અર્જુનસિંહ હરિઓમ પાંડે (મૂળ રહે. જેથર ગાંધીનગર સોસાયટી તા. અલીગંજ જી. એટા ઉત્તર પ્રદેશ હાલ રહે. ૭૦૨ વૃંદાવન સ્કાય લાઈન રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળ વાલ અમદાવાદ) જે મારુતિ સુઝુકી સુપર કેરી જીજે. ૨૭.ટીટી.૨૭૯૩ નો ચાલક હોવાનું જણાવ્યું હતું. જશવંતસિંહ ઉર્ફે સાહિલ ભાવ સિંહ ડોડીયા (રહે. બીડજ તા. ખેડા) તથા મહેન્દ્રસિંહ પ્રમોદ સિસોદિયા (રહે. બીડજ) હોવાનું જણાવ્યું હતું. જે ત્રણ લોડિંગ ટેમ્પામાંથી વિદેશી દારૂની પેટીઓ હતી. પોલીસે સ્થળ પરથી કન્ટેનરમાંથી જુદા જુદા માર્કાની વિદેશી દારૂની પેટીઓ નંગ ૬૭૮ કિંમત રૂ. ૩૯,૩૯,૮૦૦ ત્રણ ટેમ્પા માંથી વિદેશી દારૂ, વાહનોની કિંમત રૂ. ૩૫,૦૦,૦૦૦ આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂ. ૭૩,૬૯,૭૧૦ નો મુદ્દા માલ કબજે કર્યો હતો. આ બનાવ સંદર્ભે ખેડા પોલીસે ૧૧ ઇસમો વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પકડાયેલા શખ્સોના નામજશવંતસિંહ ઉર્ફે સાહિલ ભાવસિંહ ડોડીયા (બીડજ)મહેન્દ્રસિંહ પ્રમોદ સિંહ સિસોદિયા (બીડજ)અર્જુનસિંહ હરિઓમ પાંડે (વાલ, અમદાવાદ)નાસી જનાર શખ્સોના નામસોનુ રાજપુત (અમદાવાદ)સોનુ રાજપુત નો મિત્ર (અમદાવાદ)ટીટુ સોનુ નો ડ્રાઇવર (બીડજ)ભરત સોલાભાઈ ભરવાડ (બીડજ)જશવંતસિંહ ઉર્ફે સાહિલ ભાવસિંહ ડોડીયા (બીડજ)લોડીંગ ટેમ્પાનો ચાલક અને માલિકમાલ મંગાવનાર સામંત ઉર્ફે સાવંત (અમદાવાદ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.