ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા નશીલા પદાર્થોની ઝડપ: મોહંમદ હનીફ પર ગુનો દાખલ
અમદાવાદ: ઇસનપુર પોલીસ સ્ટેશનની ટીમે મોહંમદ હનીફ ઉર્ફે મામુ મો.સિદ્દીક સૈયદના ઘરમાં રેઇડ કરી ગેરકાયદેસર નશીલા પદાર્થ મેફેડ્રોન અને અન્ય મુદ્દામાલ ઝડપ્યો છે. આ મહત્વની કાર્યવાહી પોલીસ કમિશ્નરશ્રી "જે" ડિવિઝનના પ્રદિપસિંહ જાડેજાના સુપરવિઝન અને માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવી હતી.
બાતમીના આધારે ઝડપ
પોલીસ ઇન્સ્પેક્ટર બી.એસ.જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે નાર્કોટીકસની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અ.પો.કોન્સ એજાજહુસેન સાબીરહુસેન અને દિપક ભુપેન્દ્રભાઇને મળેલી બાતમી અનુસાર, મોહંમદ હનીફ પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોના જથ્થા સાથે વેંચાણ કરતો હતો.
ઝડપાયેલા મુદ્દામાલ
રેઇડ દરમ્યાન મોહંમદ હનીફના ઘરેથી 8 ગ્રામ 320 મિલીગ્રામ મેફેડ્રોન (કિંમત રૂ. 83,200/-), રોકડ રૂ. 58,380/-, 4 જીપલોક બેગ્સ, 1 મોબાઇલ ફોન, વજન કાટો અને દસ્તાવેજો સહિત કુલ મૂડી રૂ. 1,52,380/- ના મુદામાલ સાથે ઝડપ થયો હતો.
ગેરકાયદેસર પ્રવૃત્તિ પર ચટ્ટક પગલું
મોહંમદ હનીફ વિરુદ્ધ એન.ડી.પી.એસ એક્ટની કલમ 8(C), 21(B) અને 29 હેઠળ ગુ.ર.નં 11191022500016/2025 દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસની કામગીરી પ્રશંસનીય
આ કાર્યવાહી ઇસનપુર વિસ્તારમાં નાર્કોટીકસની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે મહત્વપૂર્ણ છે. પોલીસની આ કામગીરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે એક મજબૂત પગલું છે.
વધુ તપાસ ચાલી રહી છે, અને પોલીસ આ કેસમાં વધુ બાતમી મેળવી રહી છે.
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.