ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૩૧૧ મમતા સેશન યોજાશે —— ઝીરોથી પાંચ વર્ષના બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણ કરવામા આવશે.
ગીર સોમનાથ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા ૩૧૧ મમતા સેશન યોજાશે
------
ઝીરોથી પાંચ વર્ષના બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણ કરવામા આવશે.
------
ગીર સોમનાથ તા.૧૧: મહિનાના દર બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા મમતા દિવસ તરીકે ઉજવણી ઝીરોથી પાંચ વર્ષના બાળકો અને સગર્ભા માતાઓને રસીકરણથી સુરક્ષિત કરવામાં આવશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.પી.એન.બરુઆ અને જિલ્લા પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી શ્રી ડો.અરુણ રોયના જણાવ્યા પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમા કુલ ૩૧૧ મમતા સેશન કરવામાં આવશે.
રૂટિન રસીકરણ કરી બાળકો તેમજ માતાને રસી આપીને સુરક્ષિત કરવામાં આવશે. સબ સેન્ટર લેવલ તેમજ આંગણવાડી કેન્દ્રોમાં રસીકરણ કરવામાં આવશે. જેમાં ઝીરોથી પાંચ વર્ષના બાળકો અને સગર્ભા માતાઓનું રસીકરણ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સગર્ભા માતાઓને ટીડીની રસી, ફોલિક એસિડ ગોળીઓ, IFA કેલ્શિયમ તેમજ આલ્બેંડાઝોલની ગોળીઓ આપવામાં આવે છે. તેમજ હિમોગ્લોબીનની તપાસ,બ્લ્ડ પ્રેસરની તપાસ, ડાયાબીટીસની તપાસ , આલ્બમુન સુગર, વજન, ઊંચાઇની તપાસ કરવામાં આવે છે. સાથે જ પૌષ્ટિક ખોરાક અને હાઇઝીન વિશે માહિતી આપવામાં આવે છે તેમજ સરકારી સંસ્થાઓમાં ડીલીવરી થાય તે માટે કાઉન્સિલિંગ કરવામાં આવે છે.
તે ઉપરાંત ઝીરોથી પાંચ વર્ષના બાળકોની ઉંમર પ્રમાણે વજન તેમજ ઊંચાઈ પ્રમાણે વજન BMI માપવામા આવે છે તેમજ આઈ.એફ.એ સીરપ આપવામાં આવે છે તેમજ બાળકનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે પછી બાળકોને રાષ્ટ્રીય રસીકરણ શીડ્યુલ મુજબ BCG, HepB, Vitk, OPV0, OPV1, OPV2, OPV3, Penta-1, Penta-2, Penta-3, FIPV1, FIPV2, FIPV3 ,PCV-1PCV-2, PCV Booster, Measles Rubella-1, Measles Rubella-2, OPV Booster, DPT Booster વગેરે રસીઓ આપવામાં આવે છે.
૦૦ ૦૦૦૦ ૦૦૦ ૦૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે
