માળીયા હાટીના તાલુકાના કાત્રાસા ગામે જુગાર ઝપટુ પર ધોસ બોલાવતી પોલીસ - At This Time

માળીયા હાટીના તાલુકાના કાત્રાસા ગામે જુગાર ઝપટુ પર ધોસ બોલાવતી પોલીસ


૬ જુગાર ઝપટુ સાથે રૂ.૧,૧૮,૨૯૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી માળીયા હાટીના પોલીસ

માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ.આઇ.મંધરા ની સુચના મુજબ પોલીસ કોન્સ ટેબલ વિમલભાઇ વિઠલ્લભાઇ ડોબરીયા ને ચોકકસ અને આધારભુત બાતમી હકીકત મળેલ કે કાત્રાસા ગામના ગામની ઉબરડી સીમમા જગાભાઇ ગુજરાતી ની વાડીની પાસે આવેલ પડતર જમીનની ખુલ્લી જગ્યામાં જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળુ વળી હાજર વરલી નામનો હાર જીતનો જુગાર રમી રમતા હોય જયાં રેઇડ કરતા (૧) સમજુભાઇ મુળુભાઇ મક્કા (ર) પિયુશભાઇ કાન્તીભાઇ ભાલોડીયા (૩) હરશુખભાઇ ઉકાભાઇ દેવધરીયા (૪) વિજયભાઇ પરષોતમભાઇ ગોહીલ (૫) કૈલાસભાઇ પ્રભાશંકરભાઇ મહેતા (૬) જયેશકુમાર હરીભાઇ કાનાબાર ૬ ઇસમોને દરમ્યાન રોકડ રૂ.૩૭૨૯૦/- તથા ગંજીપત્તા પાના નંગ-૫૨ તથા મોબાઇલ ફોન-૬ કિ.રૂ.૨૧૦૦૦/- તથા મો.સા. નંગ- ૩ કિ.રૂ.૬૦,૦૦૦/- ના મુદામાલ સાથે રેઇડ દરમ્‍યાન તમામ ઇસમો પકડાઇ જઇ ગુન્‍હો નોંધી માળીયા હાટીના પોલીસ સ્ટેશનમા રજીસ્ટર કરવામા આવેલ છે.

આ રેડને સફળ બનાવવા પીએસઆઇ એસ.આઇ.મંધરા તથા હે.કે. કે.આર.ડાંગર , પો.કોન્સ. વિમલભાઇ વીઠલ્લભાઇ ડોબરીયા , મુકેશભાઇ ખીમાભાઇ ડાભી , મિલનભાઇ હરદાસભાઇ ઝાલા સહિત પોલીસ સ્ટાફએ સાથે રહી આ ઉમદા કામગીરી કરેલ છે.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.