૪૫ ગામોને નર્મદાના નીર માટે પાઈપ લાઈન ખાતમુર્હુત એક લોલીપોપ છે વિડીયો વાયરલ કરી વિરોધ કરતા ખેડૂતો - At This Time

૪૫ ગામોને નર્મદાના નીર માટે પાઈપ લાઈન ખાતમુર્હુત એક લોલીપોપ છે વિડીયો વાયરલ કરી વિરોધ કરતા ખેડૂતો


સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મુળી ધાંગધ્રાના આશરે ૪૫ ગામો માટે સિંચાઈ માટે પાઈપલાઈન થી પાણી આપવાની યોજના ૪૧૭ કરોડની વહિવટી મંજુરી આપવામાં આવી છે અને આગામી ૪-૩-૨૪ ના મુખ્યમંત્રી હસ્તે ખાતમુર્હુત દુધરેજ મુકામે રાખવામાં આવેલ હોય ત્યારે ખેડૂતોએ વિડીયો વાયરલ કરી સવાલો ઉભા કરી આ ફક્ત ચુંટણી લક્ષિ લોલીપોપ સાબિત થશેની આશંકા વ્યકત કરતા જોવા મળે છે ધારાસભ્યની ચુટણી સમયે પણ આ યોજના ની ટેકનિકલ મંજુરી મળી ગ‌ઈ છે એવી જાહેરાત કરી ખેડૂતોને ભોળવી મત ભાજપ છેતરીને લ‌ઈ ગયેલ હોય ત્યારે ફરી વખત ખેડૂતો આ લોલીપોપ સમાન જાહેરાતમા ભરમાવવુ નહીંની અપીલ કરતા વિડીયો વાયરલ થયા છે ખેડૂતોનો સવાલ છે કે આ યોજના નાણાકીય મંજુરી મળી નથી અને જો મળી હોય તો કયા કોન્ટ્રાક્ટર કંપનીઓને કામ આપેલ છે અને કયારે પુર્ણ કરવાની શરતો છે અમોને હવે કોઈ મોદી ગેરંટી ઉપર ભરોસો રહેલ નથી કારણ કે સુરેન્દ્રનગર ખાતે કોટન હબ બનાવવા ખાતમુર્હુત કરવામાં આવેલ ૨૦૧૨ મા તે આજદિન સુધી કોઈ કામ કરવામાં આવેલ નથી ત્યારે ખેડૂતો હવે નહીં છેતરામણી જાહેરાત કરવાથી મત આપશે નહીં હાલ તો વિડીયો વાયરલ કરી ખેડૂતો સવાલો કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.