30 દિવસ મોડી શરૂ થયેલી ઠંડી ફેબ્રુઆરી સુધી રહેશે, લઘુતમ તાપમાન 9 ડિગ્રી સુધી જઇ શકે - At This Time

30 દિવસ મોડી શરૂ થયેલી ઠંડી ફેબ્રુઆરી સુધી રહેશે, લઘુતમ તાપમાન 9 ડિગ્રી સુધી જઇ શકે


વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સામાન્ય કરતા ઊંચું તાપમાન અને વાદળછાયું વાતાવરણ રહેશે.

રવિવારથી તાપમાન નીચું જાશે, ડિસેમ્બરના અંતમાં, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં વધુ ઠંડી પડશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સામાન્ય કરતા ઊંચુ તાપમાન અને વાદળછાયું વાતાવરણ જોવા મળે છે. હજુ શનિવાર સુધી વાદળો છવાયેલા રહેશે અને ત્યારબાદ ઠંડીનો દોર શરૂ થશે. જોકે ગત વર્ષે નવેમ્બરમાં જ ઠંડીનો ચમકારો શરૂ થઇ ગયો હતો. 17 ડિસેમ્બરે જ સિંગલ ડિજિટમાં તાપમાન 9 ડિગ્રી નોંધાયું હતું. આમ ડિસેમ્બરમાં જ કોલ્ડવેવ શરૂ થઈ ગયો હતો. જ્યારે સિઝનનું સૌથી નીચું તાપમાન 8.5 ડિગ્રી 13 જાન્યુઆરીના રોજ નોંધાયું હતું.. જ્યારે આ વખતે 15 ડિસેમ્બર હોવા છતાં એક- બે વખતને બાદ કરતા મહત્તમ અને લઘુતમ તાપમાન ઊંચું જ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.