જસદણ-આટકોટ ફોરલેન રોડ પર બે સ્થળે જીવનું જોખમ. અકસ્માતનો ભય! કોની બેદરકારીથી રસ્તામાં પડયું ગાબડું? - At This Time

જસદણ-આટકોટ ફોરલેન રોડ પર બે સ્થળે જીવનું જોખમ. અકસ્માતનો ભય! કોની બેદરકારીથી રસ્તામાં પડયું ગાબડું?


જસદણ-આટકોટ ફોરલેન રોડ પર બે સ્થળે જીવનું જોખમ. અકસ્માતનો ભય! કોની બેદરકારીથી રસ્તામાં પડયું ગાબડું?

આ રોડ ઉપર વીજશોકની ભીતિ તેમજ વૃક્ષની ડાળી પર જીવતા વીજ વાયરો

જસદણ-આટકોટ ફોરલેન રોડમાં કમોસમી પડેલા વરસાદના લીધે શહેરની આટકોટ રોડ પરની સોલીટેર સોસાયટી નજીક રોડની વચ્ચે એક ગાબડું પડી ગયું હતું, પરંતુ આ ગાબડું ન તંત્રને દેખાયું કે ન કોન્ટ્રાક્ટરને ! રોડ પરથી પસાર થતા એક વ્યક્તિએ ગંભીર અકસ્માત ન સર્જાય તે માટે ઝાડની ડાળીઓ, ગાબડાં ફરતે પથ્થરો ગોઠવી રોડ પરથી પસાર થતા વાહનચાલકોને સાવધાન કર્યા હતા. જસદણ-આટકોટ ફોરલેન રોડમાં બેદરકારી દાખવનાર, રોડમાં હલકી ગુણવત્તાયુક્ત કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર સામે જવાબદાર અધિકારીઓ દ્વારા શિક્ષાત્મક પગલા લઈ ગાબડાંને બુરવાની કામગીરી કરવામાં આવે તેવી વાહનચાલકોની માંગ ઊઠી છે.
જસદણ-આટકોટ ફોરલેન રોડ પર PGVCLની બેદરકારી સામે આવી હતી. જેમાં આ રોડ પર જીવંત વીજ વાયર ઉપર વૃક્ષની ડાળીઓ લટકી રહી છે, જેના કારણે ગમે ત્યારે શોર્ટસર્કિટ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. વધુમાં જસદણ-આટકોટ ફોરલેન રોડ પર અનેક જગ્યાએ આવી જોખમી ડાળીઓ જીવંત વીજ વાયરો ઉપર લટકી રહી છે. છતાં પાવરધું વીજ તંત્ર આ ડાળીઓને હટાવતું ન હોવાથી ગમે ત્યારે શોર્ટસર્કિટની મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. જેથી વીજ ગ્રાહકોના કનેક્શન કાપવામાં પાવરધું તંત્ર જીવંત વીજ વાયરો પર લટકતી વૃક્ષની ડાળીઓને હટાવવાની કામગીરી કરે તે જરૂરી બને છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.