બાલાસિનોર :ખાતે પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડ ના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો - At This Time

બાલાસિનોર :ખાતે પ્રભારી મંત્રીશ્રી બચુભાઈ ખાબડ ના હસ્તે આન-બાન-શાન સાથે તિરંગો લહેરાવાયો


સૌ દેશવાસીઓને 75માં પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ

આજે ગુજરાત. સરકારના રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ. તેમના પ્રભારી મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે આયોજિત 75 માં પ્રજાસત્તાક દિનની જિલ્લાકક્ષાની ઉજવણીમાં ઉત્સાહપૂર્વક સહભાગી થઈ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું

દેશની આઝાદી માટે પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદો અને સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરીને તેમને વંદન પાઠવ્યા

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના અમૃતકાળમાં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે ત્યારે આ અમૃતકાળ સૌ નાગરિકો માટે કર્તવ્યકાળ બને અને સહિયારા પુરુષાર્થથી આ લક્ષ્યને સાકાર કરવા સૌ સંકલ્પિત બને તેવો અનુરોધ કર્યો

પ્રજાસત્તાક દિનના અવસરે પોલીસ જવાનોની પરેડ, ઊર્જાસભર કરતબો તેમજ શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ રજૂ કરેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ સમગ્ર વાતાવરણને દેશપ્રેમની ભાવનાથી ભરી દીધું હતું

આ પ્રસંગે ગુજરાત સરકારના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ પૂર્વ ધારાસભ્ય રાજેશભાઈ પાઠક મહીસાગર જીલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન ચૌહાણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી અજમેલસિંહ પરમાર કલેકટર સાહેબ મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી સાહેબ મહીસાગર એસ પી સાહેબ મહીસાગર પ્રાંત અધિકારી બાલાસિનોર મામલતદાર સાહેબ બાલાસિનોર તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને બાલાસિનોર નું વહીવટી તંત્ર પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ મહીસાગર


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.