મોટા દડવા ગામે કાનપર ચોકડી પાસે રહેતા કરશનભાઇ રાજાભાઇ રાઠોડની વાડીએ ચોરીનો બનાવ બનતા આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ - At This Time

મોટા દડવા ગામે કાનપર ચોકડી પાસે રહેતા કરશનભાઇ રાજાભાઇ રાઠોડની વાડીએ ચોરીનો બનાવ બનતા આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ


મોટા દડવા ગામે કાનપર ચોકડી પાસે રહેતા કરશનભાઇ રાજાભાઇ રાઠોડની વાડીએ ચોરીનો બનાવ બનતા આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

૨૩/૦૨/૨૦૨૩ ના બપોરના એકાદ વાગ્યે કરશનભાઈ ના મજુરનો રમેશ બામીયાનો ફોન આવેલ અને જણાવેલ કે, વાડીના મકાનનું તાળું કોઇકે તોડી નાખેલ છે. કરશન ભાઈ વાડીએ જતા વાડીના મકાનનું તાળું તુટેલ હાલતમાં હતું, અને મજુરે તેને વાત કરેલ કે, અમે બધા આપણી બીજી વાડીએ કામ કરતા હતા તે દરમ્યાન આશરે અગ્યાર, સવા અગ્યારેક વાગ્યાના અરસામાં અમારી ગેરહાજરીમાં કોઇકે તાળું તોડેલ છે, અને મકાનમાંથી મારી પત્નીની સાડી અને નાના છોકરાઓના કપડા લઇ ગયેલ છે. અને આ અગાઉ એક વખત તેના મકાનમાંથી જ ચોરીનો બનાવ બનેલ તેમજ તેની બાજુમાં ભુપતભાઇ ભીખુભાઇ રાઠોડની વાડીએથી પણ કેબલની ચોરી થયેલ હતી. આ ચોરીઓ કોઇ જાણભેદુએ કરેલ હોવાનું કરશનભાઈ નું માનવું હતું જેથી ચોરીના બનાવ ન બને તે માટે પુરતું પેટ્રોલીંગ રાખવા તેમજ આ ચોરીના બનાવમાં જે કોઇ જવાબદાર હોય, તેની સામે ધોરણસર થવા આટકોટ પોલિસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.