મેડ ઇન રાજકોટ! સ્માર્ટ ફોન બનાવવાના મશીનનું ઉત્પાદન શરૂ - At This Time

મેડ ઇન રાજકોટ! સ્માર્ટ ફોન બનાવવાના મશીનનું ઉત્પાદન શરૂ


ઑટોમોબાઈલથી મોબાઈલ સુધી, રાજકોટના ઉદ્યોગની તાસીર અને તસવીર બંને બદલાયાં

60 લાખથી1 કરોડ સુધીના 200 મશીન બન્યાં, વર્ષના ઓર્ડર ઍડ્્વાન્સમાં

ધારા નગેવાડિયા રાજકોટના ઉદ્યોગની તાસીર અને તસવીર બન્ને બદલાઇ રહી છે. ઓટોમોબાઈલનું હબ ગણાતા રાજકોટનો ઉદ્યોગ હવે મોબાઈલના મશીન, એસેસરીઝ બનાવવાનું હબ બની રહ્યું છે. આજના સમયમાં સ્માર્ટ ફોન વપરાય છે તે બનાવવા માટેના મશીન રાજકોટમાં બને છે. અત્યાર સુધી રાજકોટમાં રૂ.60 લાખથી લઈને રૂ.1 કરોડની કિંમતના 200 મશીન બન્યા છે. આ મશીનો સૂક્ષ્મથી લઇને જાયન્ટ છે. હાલ એક વર્ષના ઓર્ડર એડવાન્સમાં છે. મશીનની ડિઝાઈન બનાવવાથી લઇને પ્રોડક્શન વગેરે રાજકોટમાં જ થઈ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.