વિસાવદરના ઝાંઝસર ગામે આજે લાંબા વિરામ બાદ મેઘરાજાનુ આગમન.સરું - At This Time

વિસાવદરના ઝાંઝસર ગામે આજે લાંબા વિરામ બાદ મેઘરાજાનુ આગમન.સરું


વિસાવદર ના ઝાંઝસર ગામે આજે લાંબા સમયના વિરામ બાદ આજે વિસાવદરના ઝાંઝસર ગામે તેમજ આજુ બાજુના ગ્રામ્યજેવાકે ભલગામે બપોર બાદ સરમાસારો વરસાદ પડીયો આ વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયુ હતું. છેલ્લા કેટલાક દિવસથી લોકો ગરમી અનુભવ કરી રહ્યા હતા. ત્યારે, આજ 4:44ના સમય બાદ આજુ બાજુમાં હળવા પપવન સાથે વરસાદ વરસાવા લાગ્યો હતો. હાલ આવતી કાલે નવરાત્રી મહોત્સવ આવી રહ્યો છે. ત્યારે ગરબે રમવા ઉત્સુક ખેલૈયા પણ મુંજવણ અનુભવી ર્રહ્યા છે. સાથે સાથે ખેડૂતોનો પાક જેવા કે, મગફળી, સોયાબીન, કપાસ વગેરે હાલ પાક ઉપર આવી ગયા છે ત્યારે આ વરસાદથી ઉભા પાકને નુકશાન થવાની પુરી સંભાવના છે. માટે હાલ તો આ વરસાદથી ખેડૂતો પણ મુંજાવણમાં મુકાઈ ગયા છે. રિપોર્ટર. ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.