જસદણ પાસેના વિસ્તારના બેડલા ગામે ચાવ પરિવારના કુળદેવી શ્રી શિહોરી માતાજીના મંદિરે મંગળવારના રોજ નવચંડી યજ્ઞનું આયોજન યોજાશે - At This Time

જસદણ પાસેના વિસ્તારના બેડલા ગામે ચાવ પરિવારના કુળદેવી શ્રી શિહોરી માતાજીના મંદિરે મંગળવારના રોજ નવચંડી યજ્ઞનું આયોજન યોજાશે


(રિપોર્ટ કરશન બામટા)
જસદણ પાસેના વિસ્તારના બેડલા ગામે ચાવ પરિવારના કુળદેવી શ્રી શિહોરી માતાજીના મંદિરે તારીખ 22/04/2025 મંગળવારેના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નવચંડી યજ્ઞના દાતા ધુપણીયા નિવાસી હાલ રાજકોટ રહેતા ભીખુભાઈ રણછોડભાઈ ચાવ યજ્ઞના દાતા છે. મંગળવારે સવારે નવચંડી યજ્ઞનો આરંભ થશે બપોરે મહાપ્રસાદનું આયોજન જેમાં પઢીયાર ભુવા કિશોરભાઈ કરસનભાઈ તેમજ ચાવ દેવ શંકરભાઈ તથા અરજણભાઈ સહિતના ભુવા ઉપસ્થિત રહેશે. યજ્ઞમાં બેસવા માટે કિશોરભાઈનો સંપર્ક કરવો શાસ્ત્રી રાજેશભાઈ જોશી મંત્ર ઉચ્ચાર સાથે યજ્ઞનો આરંભ કરશે દરેક ચાવ પરિવારને મંગળવારે ઉપસ્થિત રહેવા દેવ શંકરભાઈની યાદીમાં જણાવાયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image