વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા , ડેભારી ગામે શિવજીની શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું….
સમગ્ર મહિસાગર જીલ્લામા ઠેર ઠેર શુક્રવારે મહાશિવરાત્રિ પર્વની ઉત્સાહભેર ઉજવણી શિવભક્તો દ્વારા કરવામાં આવી ત્યારે વિરપુર તાલુકાના ડેભારી ગામે પ્રાચીન શિવલિંગ ધરાવતા પ્રેમનાથ મહાદેવ ખાતે વર્ષો વર્ષની પરંપરા મુજબ મહાશિવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે પ્રેમનાથ મહાદેવ મંદિરના સમગ્ર પરિસરને અને મંદિરના શિખરને રંગબેરંગી રોશનીથી તેમજ ગુબ્બારાથી અદભુત રીતે સજાવવામાં આવ્યા હતા ત્યારે મંદિરમાં ભજન, ભક્તિ સંગીત અને પંચાક્ષર મંત્ર ૐ નમઃ શિવાયના ગાનથી ભક્તજનો ભક્તિભાવમાં લીન બન્યા હતા વહેલી સવારથી જ શિવ ભક્તજનો મહાદેવના દર્શને ઉમટી પડ્યા હતા બપોરના બે વાગ્યાની આસપાસ શિવજીની શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા દરમ્યાન આખું ગામ જોડાયું હતું આમ વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મહાશિવરાત્રિ પર્વની ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી...
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વીરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.