સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારનું શક્તિપ્રદર્શન યોજી ઉમેદવારી નોંધાવી. - At This Time

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવારનું શક્તિપ્રદર્શન યોજી ઉમેદવારી નોંધાવી.


સાબરકાંઠા 5 સંસદીય લોકસભા બેઠક પર અપક્ષ ઉમેદવાર BZ ગ્રુપ ના સીઈઓ ભૂપેદ્રસિંહ ઝાલાની ભવ્ય રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન. ભુપેન્દ્રસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નોંધાવવા જતાં જેસીબીથી ભરેલા ફૂલોથી ઉમેદવાર પર ફૂલ વર્ષા કરાઈ.અનેક સમાજો, ભાજપ , કોંગ્રેસ પક્ષના નારાજ વ્યક્તિઓ દ્વારા અપક્ષ ઉમેદવારનું ભવ્ય સન્માન કરાયું. અપક્ષ ઉમેદવારમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ઉમેદવારીથી ચૂંટણીનો માહોલ ગરમાયો.
સહકારી જિન, છાપરીયા વિસ્તારમાં અલગ અલગ 12 થી વધુ સમાજ ના અગ્રણીઓ એ ભુપેન્દ્રસિંહનું પાઘડી પહેરાવી સ્વાગત કર્યું.જંગી જન મેદની અને ફોર વ્હીલર વાહનો સાથે ગ્રોમોર કોલેજથી બહુમાળી ભવન સુધીના 4 કિમિ લાંબી રેલી યોજી ફોર્મ ભર્યુ.. Bz ગ્રુપ અને ગ્રોમોર કોલેજના કર્તાહર્તા ભુપેન્દ્રસિંહની રેલીમાં સંખ્યા જોઈ ભાજપ અને કોંગ્રેસની ઊંઘ ઉડી જાય તેવી સ્થિતિ.કરોડોપતિ ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ઝાલાની ઉમેદવારીથી સાબરકાંઠા બેઠક પરનો જંગ ભારે રસાકસી ભર્યો સર્જશે. ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાના વિરોધી જૂથના અગ્રણીઓ અને નેતાઓનો ખુલ્લેઆમ અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્રસિંહ ને ખુલ્લેઆમ સમર્થન.
અરવલ્લી અને સાબરકાંઠાના ભાજપ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા.ભાજપે સાબરકાંઠા બેઠક પર ઉમેદવારને જીતાડવા રચેલી રણનીતિમાં ભંગાણ પડયું હોય તેવો માહોલ.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.