ગઢડા શહેરમાં રામનવમીની શોભા યાત્રા નિમિતે એસ.પીની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા ફેલગ માર્ચ યોજાઈ - At This Time

ગઢડા શહેરમાં રામનવમીની શોભા યાત્રા નિમિતે એસ.પીની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા ફેલગ માર્ચ યોજાઈ


ગઢડા શહેરમાં રામનવમીની શોભા યાત્રા નિમિતે એસ.પીની ઉપસ્થિતિમાં પોલીસ દ્વારા ફેલગ માર્ચ યોજાઈ

બોટાદનાં ગઢડા શહેરમાં યોજનાર રામનવમીની શોભાયાત્રાને લઈ ને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલિયાની વિશેષ ઉપસ્થિતિમાં પીઆઈ, પીએસઆઈ,એએસ આઈ પોલિસ જવાનો,હોમગાર્ડ,જી.આર.ડી સહિત જવાનો દ્વારા આજે વિવિધ રાજમાર્ગો જેવા કે મુખ્ય બજાર,ટાવર રોડ,હાઈસ્કુલ,જીનનાકા,માણેક ચોક સહિતનાં રાજમાર્ગો પર ફેલગ્માર્ચ નું આયોજન કરવામાં આવ્યુ હતું આ શોભાયાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે હેતુથી બોટાદ પોલીસ દ્રારા ફ્લેગ માર્ચ યોજાય હતી જે અનવ્યે બોટાદ જિલ્લા પોલીસ વડાએ કિશોર બળોલિયાયે જણાવ્યું હતું કે રામનવમીની શોભાયાત્રા નિમિતે શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત રહેશે જેમાં બોટાદ,ગઢડા પોલીસ,હોમગાર્ડ સહિતનાં જવાનો ફરજ બજાવશે એ માટે તમામને સૂચના આપવામાં આવી છે.

રિપોર્ટ: સંજના મકવાણા, ગઢડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.