નેત્રંગ : શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે ૨૬ મો અન્નકૂટ મહોત્સવ ઉજવાયો. - At This Time

નેત્રંગ : શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે ૨૬ મો અન્નકૂટ મહોત્સવ ઉજવાયો.


સ્વામિનારાયણ મંદિર ખાતે ૨૬મો અન્નકૂટ મહોત્સવમાં ૫૦૧ થી વધુ વાનગી સાથે ઉજવાયો

બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ

નેત્રંગ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે ૯:૦૦ કલાકે ભક્તિધામ નેત્રંગ ખાતે અન્નકૂટ મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.સત્સંગ ભવનમાં દિવાળીના શુભ તહેવારમાં દીપોત્સવી અને અન્નકુટ મહોત્સવ ઉજવાયો હતો.

નેત્રંગ માંડવી રોડ પર આવેલ શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર ભક્તિધામ ખાતે ૨૬ મો અન્નકૂટ મહોત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણની આધ્યાત્મ પંરપરાના જ્યોતિર્ધર ગુરૂહરિ બ્રહ્મ સ્વરૂપ હરિપ્રસાદ સ્વામી મહારાજની સ્મૃતિ સહિત આધ્યાત્મિક અંનુગામી પ્રગટ ગુરુહરિ પરમ પૂજય પ્રેમસ્વરૂપ સ્વામીજી મહારાજના આશીર્વાદ થી હરિધામ સોખડાના પરમ પૂજ્ય વડીલ સંતવર્ય ત્યાગવલ્લભ સ્વામી દિવ્ય સાનિધ્યમાં સહજાનંદ પ્રદેશના પ્રાદેશિક સંતવર્ય પ.પૂ.ભક્તિવલ્લભ સ્વામી તેમજ હરિધામ સોખડાથી પધારેલ સ્તુતિપ્રકાશ સ્વામી, પ્રિયદર્શન સ્વામી અને પ્રભુવંદન સ્વામી સાનિધ્યમાં તા.૧૫મી નવેમ્બરના રોજ યોજાયો. જેમાં સભા સવારે : ૦૯:૦૦ થી ૧૨:૦૦ યોજાઇ હતી. જે બાદ અન્નકૂટ આરતી : - ૧૨:૦૦ કલાકે તેમજ મહા પ્રસાદ : - ૧૨:૩૦ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું. આ ૨૬માં અન્નકૂટ મહોત્સવનું પ્રિયદર્શન સ્વામી તેમજ ભક્તો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે હરિભક્તોમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યું હતું. આ અન્નકૂટ મહોત્સવ ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, નેત્રંગ પોલિસ સબ ઇન્સ્પેકટર રાજેન્દ્રસિંહ ગોહિલ સહિત મોટી સંખ્યામાં હરિભક્તો પધાર્યા હતા.

બોક્ષ :- ૧

શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખડા ખાતે આગામી ૨૭મી ડિસેમ્બરનાં રોજ યોજાનાર આત્મીય યુવા મહોત્સવમાં પધારવા હાર્દિક આમંત્રણ છે. : પરમ પૂજ્ય સંતવર્ય ત્યાગવલ્લભ સ્વામી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.