ઈડરિયો ગઢ લોકશાહી પર્વમાં સહભાગી બન્યો: મતદાન માટે પ્રેરિત કરતા વિવિધ વાક્યો દ્વારા મતદાન માટે મતદારોને અપીલ કરાઈ - At This Time

ઈડરિયો ગઢ લોકશાહી પર્વમાં સહભાગી બન્યો: મતદાન માટે પ્રેરિત કરતા વિવિધ વાક્યો દ્વારા મતદાન માટે મતદારોને અપીલ કરાઈ


સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર નૈમેશ દવેના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાનો ઐતિહાસિક ઈડરિયો ગઢ મતદાન માટે લોકોને પ્રેરિત કરી રહ્યો છે.

સાબરકાંઠાનું ઇડર અને ત્યાં આવેલ ઈડરીયા ગઢનું નામ સૌના જીભ પર હોય છે અને ગઢ પર પંકિત પણ છે અમે ઇડરિયો ગઢ જીત્યા રે આનંદ ભર્યો..આ જ ઇડરિયા ગઢ પર મતદારોને મતદાન માટે જાગૃત કરવા અને પ્રેરિત કરવા માટે વોટ ફોર ઇન્ડિયા, સાબરને સંગ મતદારનો ઉમંગ, મોટામાં મોટું દાન એટલે મતદાન, સાબર તારો સમજુ મતદાર દેશ માટે કરે મતદાન જેવા પ્રેરણા આપતા વાક્યો દ્વારા તારીખ 7 મે 2024 ના દિવસે મતદારો મોટી સંખ્યામાં મતદાન કરી લોકશાહી પર્વની ઉજવણી કરી તે માટે અપીલ કરવામાં આવી રહી છે.

વિજયનગરના કોડિયાવાળા પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં વધુમાં વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રેરિત થાય તે માટે સ્વીપ ટીમ દ્વારા જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ કરાઈ રહી છે. જે અંતર્ગત જિલ્લાના અંતરિયાળ આદિજાતિ વિસ્તાર વિજયનગર તાલુકાના કોડીયાવાડા ગામ ખાતે મતદાન જાગૃતિ અંતર્ગત શાળાના વિધાર્થીઓમાં રંગોળી, વકૃત્વ સ્પર્ધા જેવી પ્રવૃત્તિઓ કરાઈ હતી.

આ સાથે શિક્ષકો દ્વારા ગ્રામજનોને જાગૃત કરવા માટે દુકાનો અને આસપાસના વિસ્તારના લોકો સાથે મતદાન અવશ્ય કરવા માટે સિગ્નેચર કેમ્પેનિંગ કરાયું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.