બોટાદ રેલવે સ્ટેશન યાર્ડમાં ડીઝલ ચોરી કૌભાંડ RPF પોલીસે જી.આર.ડી જવાન સહિતના 12 આરોપીઓને 3100 લીટર ડીઝલ સાથે ઝડપી પડ્યા - At This Time

બોટાદ રેલવે સ્ટેશન યાર્ડમાં ડીઝલ ચોરી કૌભાંડ RPF પોલીસે જી.આર.ડી જવાન સહિતના 12 આરોપીઓને 3100 લીટર ડીઝલ સાથે ઝડપી પડ્યા


બોટાદ રેલવે સ્ટેશન યાર્ડમાં ડીઝલ ચોરી કૌભાંડ RPF પોલીસે જી.આર.ડી જવાન સહિતના 12 આરોપીઓને 3100 લીટર ડીઝલ સાથે ઝડપી પડ્યા

બોટાદ શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશન યાર્ડમાં રહેલા એન્જિન માંથી ડીઝલ ચોરીની ઘટના સામે આવી હતી રેલ્વે આર.પી.એફ પોલીસને બનાવવાની જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અત્યાર સુધીમાં જી.આર.ડી જવાન સહિત કુલ 12 આરોપીઓને રેલવે આર.પી.એફ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે અને ૩૧૦૦ લીટરનો ડીઝલ સહિતનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે.વધુ તપાસ રેલવે આર.પી.એફ પોલીસના પી.આઇ ચલાવી રહ્યા છે.બોટાદ શહેરમાં આવેલા રેલ્વે સ્ટેશનમા આવેલ યાર્ડમાંથી ડીઝલ ચોરી થયા હોવાથી રેલવેના અધિકારી દ્વારા રેલ્વે આર.પી.એફ પોલીસને જાણ કરવામાં આવી હતી રેલવે આર.પી.એફ પોલીસે ભાવનગર અને બોટાદની બે અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરી હતી તેમાં પોલીસને સફળતા મળી હતી જેમાં આર.ડી.એસ ડીઝલ ડેપોમાં નોકરી કરતા ચાર કર્મચારીઓએ ડીઝલ ચોરી કર્યાનું સામે આવ્યું હતું આર.પી.એફ પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા પહેલા ચાર આરોપીઓને ઝડપીયા હતા જેમાં એક કર્મચારી અને ત્રણ ડીઝલ ખરીદનારને ઝડપી પાડ્યા હતા જ્યારે આજે વધુ આઠ આરોપીઓને જોબાળા અને વેજલકાથી ઝડપી પાડ્યા છે જેમાં એક જી.આર.ડી જવાનો સમાવેશ થાય છે જેમાં પ્રવિણ હરજી સરકડિયા રહે બોટાદ ગાયત્રીનગર,રાહુલ વિનોદભાઈ મકવાણા રહે ગાયત્રી નગર,ઉદય વિજયભાઈ મકવાણા જી.આર.ડી જવાન રહે બોટાદ જ્યારે ડીઝલ ખરીદી કરનાર જયેશ શંકરભાઈ ધરેજીયા રહે વેજલકા,અજીત વિનુભાઈ ધરેજીયા રહે વેજલકા ભાવેશ રણછોડભાઈ જોબળા,નરેશ ભગવાનભાઈ શેખ જોબળા અને ચંદુભાઈ રસિકભાઈ જોબળાને ઝડપી પાડ્યા છે પોલીસે આ આરોપીઓ પાસેથી ૧૭૦૦ લિટર ડીઝલ સહીત બોલેરો અને alto કાર બે મોટર સાયકલ સહિતનો મુદ્દા માલ જપ્ત કર્યો છે તેમજ RPF ક્રાઇમ બ્રાન્ચના ASI કનુભાઈ ખાચર,રામ પ્રતાપ યાદવ,હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ ડાંગર,મનીષ ગિરિ,તેમજ બોટાદ પોસ્ટની ટીમ,ASI ગોવિંદભાઈ,હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ વાઘેલા,કોન્સ્ટેબલ કલ્યાણભાઈગઢવી,કોન્સ્ટેબલ માતમ ભાઈ બોટાદ આર.પી.એફ પોલીસ પી.આઇ ઉદયભાણ સીધે માહિતી આપી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.