કેટરર્સમાં ગેર પ્રવૃત્તિ અંગે શેઠને વાત કરતાં ત્રણ શખ્સનો યુવાન પર હિંચકારો હુમલો - At This Time

કેટરર્સમાં ગેર પ્રવૃત્તિ અંગે શેઠને વાત કરતાં ત્રણ શખ્સનો યુવાન પર હિંચકારો હુમલો


કેટરર્સમાં ગેર પ્રવૃત્તિ અંગે શેઠને વાત કરતાં ત્રણ શખ્સનો રાજકોટમાં કાલાવડ રોડ પર તાલુકા પોલીસ મથક સામે કેટરર્સમાં ગેર પ્રવૃત્તિ અંગે શેઠને વાત કરતાં ઉના પંથકના યુવાન પર તેની સાથે રહેતાં ત્રણ શખ્સોએ ધોકાથી ફટકારી માથું ફોડી છરીના ઘા ઝીંકો હુમલો કરતાં યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે કાલાવડ રોડ પર તાલુકા પોલીસ મથકની સામે ભાડાની ઓરડીમાં રહેતાં મૂળ ઊનાના નવીબંદર ગામના વતની આદિલ હનિફભાઇ મન્સુરી (ઉ.વ.19) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ચંદો સોસા, નવાઝ શેખ અને અજાણ્યાં શખ્સનું નામ આપતાં યુનિવર્સિટી પોલીસે આરોપી વિરૂદ્ધ આઇપીસી 324, 323, 504 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ કેટરીંગના કામ અર્થે અહીં રહે છે અને હાર્દિકભાઇ પટેલ સાથે કામ કરે છે. તેઓ સોનુ કાદરી તથા અવેશ કાદરી હુશેન ફૈયમ સાથે રૂમ રાખી કેટરર્સનુ કામ કરવા ભાડેથી રહે છે. તેમની રહેતા ચંદા અને નવાઝ બંન્ને કેટરર્સમા પ્રવુતી ઠીક ના લાગતા શેઠ હાર્દીકભાઈ પટેલને વાત કરેલ અને બંન્નેને ઠપકો આપી કેટરર્સમાથી કાઢી નાખવાની વાત કરેલ એ વાતનો ખાર રાખી બંનેએ ફોન પર ગાળો આપેલ અને રાત્રીના નવેક વાગ્યે ચંદો, નવાઝ અને અન્ય એક અજાણ્યો શખ્સ રૂમ પાસે સમાધાન કરવા ના બહાને આવેલ અને કહેવા લાગેલ કે, તે શું કામ હાર્દિકભાઈને મારી વાતો કરેલ કહી ત્રણેય શખ્સો ઢીકાપાટુનો મારમારવા લાગેલ તેમજ ચંદાએ લાકડાનો ધોકો લઈ માથાના ભાગે મારી માથુ ફોડી નાખેલ હતું.
તેમજ તેની સાથેના અવેશ અને હુશેન વચ્ચે પડતા તેને પણ ત્રણેય શખ્સો માર મારવા લાગેલ અને નવાઝે છરી કાઢી આડેધડ છરીના ઘા યુવકને ઝીંક્યા હતાં. તેમજ એક ઘા પીઠના ભાગે ઝીંકી દિધેલ તેમજ અન્ય અજાણ્યો શખ્સ પટ્ટા વડે માર મારતો હતો.
બાદમાં હાજર લોકોએ છોડાવતાં ત્રણેય શખ્સો નાસી છૂટ્યા હતાં અને ચંદાએ કહેલ કે, ફરીયાદ કરતો નહી બાકી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બાદમાં યુવાનને ગંભીર હાલતમાં સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડમા દાખલ કરેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી આરોપીઓને સકાંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.