દહેગામના કનીપુર ગામના ગ્રામજનો ગંદુ પાણી પીવા મજબુર બન્યા છતાં પંચાયત નિંદ્રાહીન
દહેગામ તાલુકાના કનીપુર ગામમાં આવેલ પાણીની ટાંકીની હાલત જોઈને જ આપણે તો આ પાણી પીવા શું નાહવા પણ ન માંગીએ એવુ ગંદુ પાણી કનીપુર ગ્રામજનો પી રહ્યા છે છતાં ગ્રામપંચાયત તથા તંત્ર નિંદ્રાહીન હાલતમાં જોવા મળી રહી છે. કનીપુર ગામની આ પીવાના પાણીની ટાંકી ખુબ જૂની હાલતમાં છે જેમાં ટાંકીની અંદર કેટલાય સમયથી છેવારવાળું પાણી ગંદુ હોવા છતાં ગ્રામપંચાયત કે સરકારી તંત્ર દ્વારા આ ટાંકીને નવી બનાવવા માટે કોઈ પ્રયાસ કરી રહ્યા નથી જેથી ગ્રામજનો આ પાણી પીવા મજબુર બન્યા છે જેથી આવું દુષિત પાણી પીવાથી ગ્રામજનોમાં કોલેરા જેવો રોગચારો ફાટી નીકળે તો જવાબદારી કોની રહશે તે જોવાનું રહ્યું.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
