નેશનલ ફોટોગ્રાફી વર્કશોપમાં ભાવેણાનું ગૌરવ વધારશે ભાવેણાના બે તસવીરકારો - At This Time

નેશનલ ફોટોગ્રાફી વર્કશોપમાં ભાવેણાનું ગૌરવ વધારશે ભાવેણાના બે તસવીરકારો


ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા આગામી તારીખ 10 થી 14 ફેબ્રુઆરી દરમિયાન દેવભૂમિ દ્વારકા ખાતે તસવીરકલાની નેશનલ ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 30 જેટલા યુવા તસવીરકારની પસંદગી થઈ છે. આ કાર્યશાળામાં ગુજરાત ગૌરવ પુરસ્કૃત એવા ભાવેણાના ફોટોગ્રાફર શ્રી અમુલભાઈ પરમારની આ સમગ્ર કાર્યશાળાના માર્ગદર્શક તરીકે તથા નવોદિત ફોટોગ્રાફર ચિરાગસિંહ પરમારની તસ્વીરકાર તરીકે પસંદગી થતાં બંને તસવીરકારોએ ભાવેણાનુ ગૌરવ વધાર્યું છે.ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભેચ્છાઓ..


9714213028
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image