જસદણમાં માંડવરાય હોસ્પિટલ નજીક ચોરની ચાલાકી થઈ સીસીટીવીમાં કેદ
જસદણમાં માંડવરાય હોસ્પિટલ નજીક આવેલ ગોકુલ ચોકમાંથી રાત્રિના અંધારાનો લાભ લઇ તસ્કરોએ જસદણ નગરપાલિકા દ્વારા મુકેલા બેસવાના બાંકડાની ચોરી કરી હતી. મળતી વિગતો મુજબ તસ્કરોએ 15 થી પણ વધારે બાકડાની અલગ અલગ જગ્યા પરથી ચોરી કરી હતી. રાત્રિના અંધારા નો લાભ લઇ તસ્કરોએ બાકડા રિક્ષામાં ભરી છું મંતર થયા હતા. ચોરીની સમગ્ર ઘટના સ્થળ પર રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેના દ્વારા જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
