શિક્ષાનો એક નવા અભિગમ સાથે સ્પર્ધાત્મીક પરીક્ષાની તૈયારી કરતી બહેન દિકરીઓ માટે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આવેલ પોલીસ બેરેક મા કોઇ પણ જાતની ફી વગર વિના મુલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી થાનગઢ પોલીસ ટીમ - At This Time

શિક્ષાનો એક નવા અભિગમ સાથે સ્પર્ધાત્મીક પરીક્ષાની તૈયારી કરતી બહેન દિકરીઓ માટે થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આવેલ પોલીસ બેરેક મા કોઇ પણ જાતની ફી વગર વિના મુલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી થાનગઢ પોલીસ ટીમ


મ્હે. પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા સુરેન્દ્રનગર જીલ્લા પો.અધિ સા.શ્રી હરેશકુમાર દુધાત સાહેબ તથા લીંબડી ડીવીઝન નાયબ પોલીસ અધિક્ષક લીંબડી શ્રી સી.પી.મુંધવા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ

થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આઇ.બી વલવી સા.નાઓ દ્વારા શિક્ષાના એક નવા અભિગમ સાથે થાનગઢ પોલીસ સ્ટેશન ગ્રાઉન્ડમા આવેલ પોલીસ બેરેકમા થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી ૧૦૦ (સો) બહેનદીકરીઓને એડમીશન આપી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના કલાસીસ શરૂ કરવામા આવેલ છે જેમા થાનગઢના શિક્ષાપ્રેમી દાતા શ્રી હિરાભાઇ નાથાભાઇ મીર તથા પરવેઝભાઇ મહમંદભાઇ કલાડીયા ના સહયોગથી તમામ બહેન દિકરીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જરૂરી મટીરીયલ્સ તેમજ સાધાનસામગ્રી અત્રેથી પુરી પાડવામા આવેલ છે તેમજ થાનગઢના અનુભવી શિક્ષક શ્રી નાનજીભાઇ મકવાણા તથા ઇશ્વરભાઇ લોહ તથા અશ્વિનભાઇ મીઠાપરા નાઓ તથા બહારગામથી સ્પેશ્યલ ફેકલ્ટીના શિક્ષકોની મદદથી મહેનત કરાવી તમામ બહેન દિકરીઓ ભવિષ્ય પોતાની ઉજવળ કારકીર્દી બનાવી પોતાનુ તથા પોતાના પરીવારની સાથે સાથે ગામનુ પણ નામ રોશન કરે તે હેતુ સર થાનગઢ પોલીસ ઇન્સપેકટર શ્રી આઇ.બી વલવી સાહેબનાઓ દ્વારા આ એક નવી પહેલ શરૂ કરવામા આવેલ છે.

રિપોર્ટ જયેશભાઇ મોરી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.