બોટાદકમાં પુઠા અને કોથળાના ભંગારના ડેલામાં અગમ્ય કારણોસર આગ લાગી - At This Time

બોટાદકમાં પુઠા અને કોથળાના ભંગારના ડેલામાં અગમ્ય કારણોસર આગ લાગી


બોટાદકમાં પુઠા અને કોથળાના ભંગારના ડેલામાં અગમ્ય કારણોસર આગ લાગી

જાણવા મળતી માહિતી મુજબ બોટાદના સબીહા હોસ્પિટલ પાછળ આવેલ ઈબ્રાહીમભાઈ કરીમભાઈનાં ભંગારનાં ડેલામાં પુઠા અને કોથળાના ડેલામાં અગમ્ય કારણોસર રવિવારને વહેલી સવારે 3 વાગ્યાંની આસ પાસ આગ લાગતા કોથળા,પૂઠા,કચરામાં આગ લાગી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગની જાણ બોટાદ ફાયર બ્રિગેડ કરતા રાજુભાઈ ધાધલ દ્વારા તાબડ તોડ બે ગાડીઓ રવાના કરી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગના કારણે કોઈ જાનહાની થવા પામી ન હતી હાલ આગનું કારણ અંકબંધ છે.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.