અરવલ્લી જીલ્લાના ત્રણ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-અને બે હેલ્થ અને વેલનેસ સેન્ટર ને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ અને એવોર્ડ અપાયા - At This Time

અરવલ્લી જીલ્લાના ત્રણ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-અને બે હેલ્થ અને વેલનેસ સેન્ટર ને રાષ્ટ્રીય કક્ષાનો ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ અને એવોર્ડ અપાયા


  NQAS પ્રોગ્રામ અંતર્ગત પ્રમાણિત નૅશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ NQAS અંતર્ગત કેન્દ્ર સરકાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હેલ્થ અને વેલનેસ સેન્ટરની આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ અપાય છે. આ પ્રક્રિયા દરમ્યાન આરોગ્ય વિભાગના સ્ટાફનું આરોગ્યલક્ષી જ્ઞાન રજીસ્ટર અને આપવામાં આવતી આરોગ્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે.

NQAS અંતર્ગત આરોગ્ય સેવાઓની ગુણવત્તાની ચકાસણીમાં સગર્ભા પ્રસૂતાની સેવા, બાલ સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપીરોગનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની ગુણવત્તાની ખાતરી રાષ્ટ્રીય કક્ષાના નિષ્ણાંતો દ્વારા જૂન-૨૦૨૩ માં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વડાગામ તા.ધનસુરા,લૂસડિયા તા.ભિલોડા અને પટેલઢુંઢા તા.મેઘરજ અને બે હેલ્થ અને વેલનેસ સેન્ટર-કદવાડી તા.મેઘરજ, સૂનસર તા.ભિલોડા ખાતે કરવામાં આવેલ.વર્ષ 2023-24 દરમ્યાન અરવલ્લી જીલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વડાગામ તા.ધનસુરા (81.04%) , લૂસડિયા તા.ભિલોડા (83.05%) અને પટેલઢુંઢા તા.મેઘરજ (82.73%) અને બે(૨) હેલ્થ અને વેલનેસ સેન્ટર-કદવાડી તા.મેઘરજ (82%), સૂનસર તા.ભિલોડા (80%) સાથે તમામ માપદંડોમાં ખરા ઉતરતા તેમને NQAS પ્રમાણપત્ર આપવામાં આવ્યું.તેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વડાગામ તા.ધનસુરા,લૂસડિયા તા.ભિલોડા અને પટેલઢુંઢા તા.મેઘરજ અને બે(૨)હેલ્થ અને વેલનેસ સેન્ટર-કદવાડી તા.મેઘરજ અને સૂનસર તા.ભિલોડા ની ઓપીડી, લેબોરેટરી, આઇપીડી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમીનીસ્ટ્રેટીવ બાબતે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગની ટીમે મૂલ્યાંકન કર્યું હતું. તે દરમ્યાન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડાગામ,લૂસડિયા,પટેલઢુંઢા ને રાષ્ટ્રીય ક્વોલિટી એસ્યોરન્સ સર્ટીફિકેટ અને એવોર્ડ મળતા કેન્દ્ર સરકાર દ્વારા વધારાની ૩ લાખ રૂ. ની ગ્રાન્ટ ત્રણ વર્ષ સુધી આપવામાં આવશે. પરીણામે આરોગ્ય સેવાઓમાં વધારે સુધારો થશે અને વિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો બહોળો લાભ મળી રહેશે.

9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.