ધો.12 સા.પ્ર.ના આવેદન તા.26મી સુધી ભરી શકાશે લેઈટ ફી સાથે આવેદન ભરવાની તારીખ લંબાવાઈ
ધો.12 સા.પ્ર.ના આવેદન તા.26મી સુધી ભરી શકાશે લેઈટ ફી સાથે આવેદન ભરવાની તારીખ લંબાવાઈ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નોંધાયેલી સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ ઉત્તર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાંની ફેબ્રુઆરી 2025માં લેવાનારી બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો લેટ ફી સાથે ઓનલાઇન ભરવાની અંતિમ તારીખ આજે તારીખ 24 ડિસેમ્બર હતી તે બે દિવસ લંબાવીને તારીખ 26 ડિસેમ્બર કરવામાં આવી છે તેમ ભાવનગરના ડીઇઓ હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યું છે.
આ પરિપત્રમાં વધુમાં જણાવાયું છે કે જે શાળાઓએ પ્રિન્સિપાલ એપ્રુવલ કરો આપવાનું બાકી છે તેઓએ તાત્કાલિક પ્રિન્સિપાલ એપ્રુવલ આપી દેવાનું રહેશે આવેદનપત્રમાં કોઈપણ પ્રકારના સુધારા વધારા કરવાના બાકી હોય કે પ્રિન્સિપાલ એપ્રુવલ આપવાનો બાકી હોય તો તે કામગીરી પૂર્ણ કરવાની અંતિમ તારીખ 28 ડિસેમ્બર રાત્રે 12:00 વાગ્યા સુધી રહેશે તેમ ભાવનગરના બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટે જણાવ્યુંછે. ઉમેદવારોની બાકી રહેતી અને ચૂકવવાની થતી ફી તારીખ 30 ડિસેમ્બર સુધીમાં ભરવાની રહેશે તેમ તમામ સંબંધિતોને જણાવાયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.