જસદણ- વિંછીયા પંથકમાં પાંચ કરોડથી વધુના વિકાસકાર્યોનું થયું ખાતમુહૂર્ત
જસદણ- વિંછીયા પંથકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. 106 ગામમાંથી 94 ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરી. 11 નાની સિંચાઈ યોજનાની તમામ કેનાલોના નવીનીકરણની કામગીરી પ્રગતિ હેઠળ પાણી પુરવઠા, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે વિંછીયા ખાતે અંદાજે રકમ રૂ. 4.49 કરોડના ખર્ચે નિર્માણ થનાર શ્રી વિંછીયા વિજ્ઞાન પ્રવાહ સરકારી માધ્યમિક શાળાનું તથા જસદણ તાલુકાના રણજીતગઢથી વીરપર સુધીના અંદાજીત 95 લાખના ખર્ચે તૈયાર થનાર એપ્રોચ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
જસદણ- વિંછીયા પંથકની દીકરીઓની શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થાય અને તેમને નવીન તકો ઉપલબ્ધ બને તે માટે નજીકના વિસ્તારોમાં જ સરકારી હાઈસ્કૂલ બનાવી તેમને ઉચ્ચ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ સાથે જ તમામ ગામોને પાકા રસ્તાથી જોડી પરિવહન માટે સુદ્રઢ વ્યવસ્થાનું નિર્માણ થઈ રહ્યું છે. જે ગામોમાં કાચા રસ્તા છે, તેમાં નવા પાકા રસ્તાઓ તેમજ જે રસ્તાઓને સાત વર્ષ પૂર્ણ થઈ ગયા છે તે તમામ રસ્તાઓને રીકાર્પેટ કરવાની કામગીરી પણ હાલમાં ચાલુ છે. જસદણ- વિંછીયા વિસ્તારમાં હાલમાં 106 ગામમાંથી 94 ગામોમાં પેટા આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને બાકી ગામોમાં પણ તેની કામગીરી હાલ ચાલી રહી છે. વળી પીવાના પાણીની ઓગમેન્ટેશનની સ્કીમની કામગીરી પુરજોશમાં ચાલુ છે, જેનાથી થોડા જ સમયમાં તમામ લોકોને ૭૦ના બદલે 100 એમ એલ ડી પાણી મળતું થઈ જશે. વિસ્તારની 11 નાની સિંચાઈ યોજનાની તમામ કેનાલોના નવીનીકરણની કામગીરી પણ હાલ ચાલુ છે.
વીરપર અને ભંડારીયા ગામોને ચોમાસામાં પડતી મુશ્કેલીનો અંત લાવવા પુલોના કામ હાથ ધરવામાં આવ્યા છે. ગ્રામજનોને પૂરતી અને ગુણવત્તાયુકત વીજળી મળે તે માટે જ મોઢુકા ખાતે પીજીવીસીએલની પેટા સબ ડિવિઝનની અલગ કચેરીનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે. આમ વીજળી, પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ તમામ ક્ષેત્રે વિસ્તાર પ્રગતિ કરી રહ્યો છે.
આ પ્રસંગે મંત્રીએ શાળા પરિસર નિર્માણના પૂર્વી આયોજનનું નિરીક્ષણ કરી સ્થાનિકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
