વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક વાહનોની ટ્રેનિંગ, મેન્ટેનન્સ અને રિપેરિંગ શીખવાડાય છે!
આઈટીઆઈમાં હવે પરંપરાગતને બદલે આધુનિક-ટેક્નોલોજિકલ કોર્સ સામેલ કરાયા
ઓટો સેક્ટરના ટ્રેડની તાલીમ બાદ રોજગારી-સ્વરોજગારીની અઢળક તકો રહેલી છે
આઈટીઆઈમાં ઈલેક્ટ્રિશિયન, ટર્નર, વેલ્ડર જેવા પરંપરાગત ટ્રેડની માંગ હવે મર્યાદિત થઈ ગઈ છે. બજારમાં રોબોટ્સ, ઇલેક્ટ્રિક એન્જિન, ઓટોમેટિક મશીન મિકેનિક્સની માંગ વધી છે. ઔદ્યોગિક બજારમાં ટેક્નોલોજી અને સ્પર્ધાના ક્ષેત્રમાં આવેલા આ પરિવર્તનને જોતા સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI)એ પણ તેના ટ્રેડમાં ફેરફાર કરવાનું શરૂ કર્યું છે. આધુનિકતા સાથે તાલ મિલાવી હવે ITIમાં પણ યુવાનોને રોબોટ બનાવવા અને રિપેર કરવાની તાલીમ મળશે. હવે પેટ્રોલ અને ડીઝલની સરખામણીમાં ઈલેક્ટ્રિક વાહનો રસ્તાઓ પર કબજો કરવા લાગ્યા છે. આવી સ્થિતિમાં આઈટીઆઈના વિદ્યાર્થીઓને ઈલેક્ટ્રિક કારની પણ તાલીમ આપવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.