ધ્રાંગધ્રા બેઠકના ત્રણેય ઉમેદવાર મુળ ભાજપના સૈનિક હોવાનો સોશીયલ મિડીયામાં કટાક્ષ. - At This Time

ધ્રાંગધ્રા બેઠકના ત્રણેય ઉમેદવાર મુળ ભાજપના સૈનિક હોવાનો સોશીયલ મિડીયામાં કટાક્ષ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા બેઠક પર ત્રણેય ઉમેદવારો જાહેર થતા રાજકીય રંગ પણ જામ્યો છે ત્યારે ધ્રાંગધ્રા વિધાનસભા બેઠક પર જાહેર થયેલા ત્રણેય ઉમેદવારો મુળ ભાજપના સૈનિક હોવાના મેસેજ સોશીયલ મિડીયામાં વહેતા થયા છે જેમા ત્રણેય ઉમેદવારોની જો વાત કરીએ તો આમ આદમી પાટીઁના ઉમેદવાર વાઘજીભાઇ પટેલ ભાજપના કાયઁકર અને માકેઁટીંગ યાડઁના ડીરેક્ટર તરીકે હતા જેઓએ ધ્રાંગધ્રા બેઠક પર ભાજપ તરફે ચુંટણી લડવા પોતાની દાવેદારી નોંધાવી હતી પરંતુ પોતાને ભાજપમાંથી ટીકીટ નહિ મળવાના અણસાર દેખાતા જ ભાજપ સાથે છેડો ફાડી આમ આદમી પાટીઁ સાથે જોડાતા જ ઉમેદવાર જાહેર થયા હતા આ તરફ કોગ્રેસના ઉમેદવાર છત્રસિંહ ઉફેઁ પપ્પુભાઇ ઠાકોર પણ ભાજપના સિમ્બોલ પર મોટી માલવણ સીટ પરથી જીલ્લા પંચાયત લડી ચુક્યા છે અને જોત હાસલ કરી હતી સાથે જ તેઓ ધારાસભ્ય પરશોતમભાઇ સાબરીયાના નજીકના હોવાનુ માનવામાં આવે છે જેઓ પણ હાલમા જ ભાજપ ઉમેદવાર પ્રકાશભાઇ વરમોરા જાહેર થતા જ ભાજપ સાથે છેડો ફાડીને કોંગ્રેસમાં જોડાતા જ ઉમેદવાર જાહેર થયા હતા ત્યારે ધ્રાંગધ્રા બેઠક પર ભાજપ સહિત અન્ય બંન્ને ઉમેદવારો મુળ ભાજપમાથી પક્ષ પલ્ટો કરીને આવેલા છે જોકે કોગ્રેસ અને આપ બંન્ને ઉમેદવારોના ભાજપ પક્ષ છોડ્યા બાદ અન્ય રાજકીય પક્ષો ફળ્યા હોવાનુ પણ નજરે પડે છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.