મેંદરડા સરકારી હોસ્પિટલ મા અસુવિધાની ભરમાર અનેક જગ્યાઓ ખાલી દર્દીઓ ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે
મેંદરડા સરકારી હોસ્પિટલ ની ગ્રામ પંચાયતના સરપંચ સદસ્યો અને સામાજિક આગેવાનો દ્વારા ઓચિંતિ મુલાકાત
મેંદરડા ગ્રામ પંચાયત સરપંચ જે.ડી.ખાવડુ,સદસ્ય પરસોતમ ઢેબરિયા,ધર્મેન્દ્ર વાળા,તેમજ સામાજિક આગેવાનો દ્વારા મેંદરડા ની સિવીલ હોસ્પિટલ ની ઓચિંતી મુલાકાત લેતા બેદરકારી સામે આવી હતી ડાયાલીસીસ સેન્ટર માં જનરેટર ની સુવિધા જ નથી જો પાવર સપ્લાય ખોરવ ત્યારે લાઈટ જતી રહેછે,ત્યારે દર્દી ની હાલત કફોડી થવા પામતી હોય છે. મેંદરડા તાલુકા માં આશરે ૪૫ કરતાં પણ વધુ ગામડાઓ નો સમાવેશ થતો હોય ત્યારે રોજ ની ૩૦૦ થી વધારે ઓપીડી થતી હોય છે જ્યારે ડેન્ટલ ડોક્ટર ને અધિક્ષક નો ચાર્જ આપેલ હોય તેમજ માત્ર એકજ એમ.બી.બી.એસ.ડોક્ટર ઉપર આખી હોસ્પિટલ તેમજ ઓપીડી અને એમ.એલ.સી. ની જવાબદારી ઠોકી બેસાડવામાં આવેલ છે. સંપૂર્ણ હોસ્પિટલ મા માત્ર ૧૦કે.વી.નુ જનરેટર છે અને એ પણ ૧૨ વર્ષ પહેલા નુ જુનુ છે જેની સામે આજુબાજુ ના તાલુકા જેવા કે વીસાવદર, ભેંસાણ,માણાવદર અને માંગરોળ માં ૮૨કે.વી.ના જનરેટર છે તેમજ અત્યારે આંખ ના ડોક્ટર અને એક્ષરે ટેકનિશિયન કાયમી નથી અને બે વર્ષ થી આ બંને જગ્યા ખાલી છે તેમજ એકજ અમ્બ્યુલન્સ છે અને બીજી કન્ડમ હાલત મા છે તેમજ વર્ગ ૩ ના ડ્રાઈવર ની જગ્યા ત્રણ વર્ષ થી ખાલી છે હોસ્પિટલ ની આવી દુર્દશા જોઈને આગેવાનો એ આ ઘટતી તમામ સુવિધા ઓ તાત્કાલિક પુરી પાડવા અધિક્ષક સાથે ચર્ચા કરી ને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની ખાતરી આપી હતી રીપોર્ટીંગ કમલેશ મહેતા મેંદરડા
9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.