*બોટાદની શ્રી સુભાષચંદ્ર બોઝ શાળામાં શિક્ષક દિનની સુંદર ઉજવણી* - At This Time

*બોટાદની શ્રી સુભાષચંદ્ર બોઝ શાળામાં શિક્ષક દિનની સુંદર ઉજવણી*


*બોટાદની શ્રી સુભાષચંદ્ર બોઝ શાળામાં શિક્ષક દિનની સુંદર ઉજવણી*
----------------------------
બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ભૈરવા ચોકમાં આવેલ શ્રી સુભાષચંદ્ર બોઝ સરકારી શાળા નં.13માં શિક્ષક દિનની સુંદર ઉજવણી કરવામાં આવી હતી.
દેશના મહાન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ની જયંતીએ દેશભરમાં ઉજવાતા શિક્ષક દિન અંતર્ગત શાળા નં.13માં આ પ્રસંગનું સરસ આયોજન કરવામાં આવેલ.આ દિવસે શાળામાં શિક્ષકો,ક્લાર્ક,પટ્ટાવાળા, આચાર્ય એમ તમામ ભૂમિકા બાળકોએ ખૂબ ઉત્સાહથી ભજવી હતી.સવારપાળીમાં આચાર્ય તરીકે તેજસ નાંગર અને બપોરપાળીમાં આચાર્ય તરીકે નિકુંજ લકુમે સુંદર સંકલન કર્યું હતું.શાળાના મુખ્ય શિક્ષક શ્રી ભાવેશભાઈ જોટાણીયા અને શિક્ષકગણે બાળકોના ઉત્સાહ અને કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.