મણીનગર એલજી હોસ્પિટલમાં રેબિઝ રસીનો ખૂટતો સ્ટોક: નાગરિકોની તકલીફ ઉછળી
અમદાવાદ શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની મણીનગર સ્થિત જાણીતી એલજી હોસ્પિટલમાં રેબિઝ (કૂતરા કરડવાની) રસીના સ્ટોકનો ખૂટછાટ નાગરિકોને મુશ્કેલીમાં મૂક્યો છે. કુતરા કરડવાના દર્દીઓને હૉસ્પિટલથી સીધા સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. આ સ્થિતિએ નાગરિકોમાં આક્રોશ ફેલાયો છે, કારણ કે પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ ન હોવી ગંભીર મુદ્દો છે.
હૉસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક અઠવાડિયાંથી કુતરા કરડવાના કેસોમાં ઉછાળો આવ્યો છે, જેના કારણે રસીનો સ્ટોક ઝડપથી સમાપ્ત થઈ ગયો છે. મણીનગરની આ મુખ્ય સરકારી હૉસ્પિટલમાં સ્ટોક પુનઃપ્રાપ્ત ન થવાને કારણે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં જવા માટે મજબૂર થવું પડી રહ્યું છે.
અમદાવાદ જેવા મેઘા શહેરમાં નાગરિકો પ્રત્યેક વર્ષ મ્યુનિસિપલ ટેક્સ ચૂકવે છે, જેમાં આરોગ્ય સેવાઓની પૂર્તિ મુખ્ય હક છે. છતાં, આવી સ્થિતિ સર્જાવું ચિંતાજનક છે. જ્યારે નાગરિકો મ્યુનિસિપલ સેવાઓ માટે ટેક્સ ચૂકવે છે, ત્યારે જરૂરી આરોગ્ય સેવાઓ ન મળવી પાલિકાની અસફળતા દર્શાવે છે.
આ સમસ્યાને લઈને નાગરિકોએ મ્યુનિસિપલ કમિશનરશ્રીને લેખિત ફરિયાદ કરી છે. તેમણે તાત્કાલિક અસરથી રસીનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટે અને આવા સંકટના નિરાકરણ માટે સુસજ્જ સિસ્ટમ બનાવવાની માગણી કરી છે.
કૂતરા કરડવાના દર્દીઓ માટે યોગ્ય અને સમયસર સારવાર મળી રહે તે ખુબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે રેબિઝ જીવલેણ રોગ છે. એક તરફ નાગરિકોને લાંબા અંતરે સારવાર માટે જવું પડે છે, તો બીજી તરફ આર્થિક ખર્ચ પણ વધે છે.
મહાનગરપાલિકાએ આ પરિસ્થિતિ માટે ગંભીરતાથી જવાબદારી લેવી જોઈએ. રસીનો પુરવઠો અને તેની અસરકારક વ્યવસ્થાના અભાવે નાગરિકોની સલામતી જોખમમાં મુકાઈ રહી છે.
શહેરવાસીઓએ સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની અને પ્રાથમિક આરોગ્ય સેવાઓમાં સુધારાની અપેક્ષા રાખી છે.
સૌરાંગ ઠકકર
અમદાવાદ જીલ્લા બ્યુરો ચીફ
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.