બગોદરા બાવળા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જયો બેના મોત બે ઇજાગ્રસ્ત - At This Time

બગોદરા બાવળા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જયો બેના મોત બે ઇજાગ્રસ્ત


બગોદરા બાવળા હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જયોબેના ઘટનાસ્થળે જ મોત બે ઇજાગ્રસ્ત
દિન પ્રતિદિન અકસ્માતમા વધારો થઈ રહ્યો છે ત્યારે બગોદરા બાવળા રોડ અકરમાત ઝોન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે આજે વહેલી સવારે બાવળા બગોદરા હાઇવેપર ભમાસરા ગામ પાસે અટીકાકાર નં. GJ-10- DE -5621 અને ટ્રક નં RJ -52-GB-5718 વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો તેમાં ઘટનાસ્થળે કારમાં સવાર 1).હિતેષભાઈ મનસુખભાઈ પટ્ટણી ૨) હિતેષભાઈ વિજયભાઈ જોષી બંનેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને 1)રમાબેન હિતેષભાઈ પટણી તથા ૨) કુંજનભાઈ મૂકેશભાઈ શુકલાને ગંભીર ઇજાઓ થતા બગોદરા ૧૦૮ ના પાયલોટ પ્રેમજીભાઈ અને ઇએમટી પરાગભાઈએ બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયા હતા.અને ત્યાથી વધુ સારવાર માટે અમદાવાદ રીફર કર્યા હતા. ભોગ બનનાર દુબઇની અમદાવાદ એરપોર્ટ પર ઉતરી અમદાવાદથી જામનગર જઇ રહ્યા હતા ત્યારે તેમની કાર વહેલી સવારના ધુમ્મસ છવાયો હતો ત્યારે આગળ જઈ રહેલ ટ્રકની પાછળના ભાગે ઘડાકાભેર અથડાઈ હતી
અકરમાતની જાણ બગોદરા પોલિશને થતા ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરી લાશને પી.એમ.માટે મોકલી અકરમાતનો ગુનો નોંધી વધુ તમાસ હાથ ધરી હતી.

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.