નાના વડદલા જુની વસાહત ખાંટ ફળીયામાં બે લમ્પી વાયરસના કેસ નોધયા. - At This Time

નાના વડદલા જુની વસાહત ખાંટ ફળીયામાં બે લમ્પી વાયરસના કેસ નોધયા.


મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાના વડદલા જુની વસાહત ખાંટ ફળીયામાં લમ્પી વાયરસનુ આગમન થયુ હતુ.આમ બે પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો જણાતા તાત્કાલિક 1962 મા કોલ કરવામાં આવ્યો અને જાણ કરવામાં આવી હતી.જ્યારે પાદેડી રામપુર 1962 MVD GVK ટીમને જાણ થતા 1962 MVD GVK ટીમના પાયલોટ વિરપાલસિહ યુદ્ધના ધોરણે ગાડી લઈને સારવાર અર્થ પહોંચ્યા હતા.અને 1962 MVD GVK ના ડૉક્ટર દ્વારા પશુઓને યોગ્ય તપાસ કરી અને સારવાર કરવામાં આવી હતી.આમ ડૉક્ટર દ્વારા પશુઓને યોગ્ય સારવાર કરી અને લમ્પી વાયરસ વિશે સવિશેષ માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ હતુ.જયારે લમ્પી વાયરસના લક્ષણો હવે ધીરે ધીરે ગ્રામ્ય પશુઓમાં પણ જોવા મલી રહ્યા છે.ત્યારે 1962 MVD GVK ટીમે ગ્રામ વિસ્તારોમાં પશુપાલકો માટે આશીર્વાદરૂપ શાબિત થતા પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મલ્યો હતો.જ્યારે ગ્રામ વિસ્તારોમાં પશુઓમાં લમ્પી વાયરસના કેસોમાં ધીમીગતિએ વધારો નોધાતો પશુપાલકો ચિંતાતુર થયા હતા જ્યારે
બીજુ બાજુ પશુપાલન આરોગ્ય વિભાગ દ્વારા લમ્પી વાયરસને ધ્યાનમાં લઈને પશુઓને વેક્સિનની કામગીરી પણ પુરઝડપે હાથ ધરવામાં આવી હતી.

રીપોટર.ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.