આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મદીવસ ની ઊજવણી - At This Time

આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મદીવસ ની ઊજવણી


🌳🌳🌳🌳🌳🌳🌳🌳
જય વૃક્ષનારાયણ દેવ

આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મદીવસ ની ઊજવણી ગુજરાતમાં પર્યાવરણ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ સંસ્થા દ્વારા વડાપ્રધાનના 73માં જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે હિંમતનગરના ન્યુ મહાવીરનગર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારોપણ કરી કરવામાં આવતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણીમાં ગ્રીન એમ્બેસેડર જીતુભાઇ, સાબરકાંઠા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધીકારીઓ અને સામાજીક વનીકરણ વીભાગ સાબરકાંઠા ના પર્યાવરણ પ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વૃક્ષા રોપણના આ સેવાકાર્યમાં નરેન્દ્ર મોદીના દીર્ઘાયુની પ્રાર્થના કરતા તેમાં 73માં જન્મ દિવસ પર 10 ઘણા લેખે 730 રોપા રોપવામાં આવ્યા હતા.આ સાથે 11000 સરગવાના રોપઓ ખેડૂતો તેમના ખેતરના શેઢા પર વવણી કરી શકે માટે રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવા માટે સાબરકાંઠા જિલ્લામાં ગ્રીન ગ્લોબલ બ્રીગેડ ના સ્થાપક જીતુભાઈ.જિલ્લા કલેકટરશ્રી. D C F શ્રી સાબરકાંઠા. A C F સાબરકાંઠા. ચીફ ઓફીસરશ્રી હિમંતનગર અન્ય મહાનુભાવોએ સાથે રહીને લીલી ઝંડી આપીને પર્યાવરણ રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.