રાજકોટ-જામનગર હાઇ-વે ઉમીયા ચા ના કારખાનામાં થયેલ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરતી ભકિતનગર પોલીસ. - At This Time

રાજકોટ-જામનગર હાઇ-વે ઉમીયા ચા ના કારખાનામાં થયેલ ચોરીનો ગુન્હો ડીટેક્ટ કરતી ભકિતનગર પોલીસ.


રાજકોટ શહેર તા.૧૭/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ખાતેથી મીલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના માર્ગદર્શન આપેલ હોય. જે અન્વયે P.I મયુરધ્વજસિંહ સરવૈયા નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ PSI જે.જે.ગોહિલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ક્રીપાલસિંહ ગોહિલ તથા મહાવીરસિંહ ચુડાસમા નાઓને બાતમી મળેલ કે અંકીત વિકાણી નામનો ઇસમ પોતાનુ મોટરસાયકલ નં.GJ-13-BA-1278 વાળુ લઇને થોડીવારમાં રાજકમલ ફાટક તરફથી અટીકા ફાટક તરફ ઢેબર રોડ ઉપર થઇને પસાર થનાર છે. જેના મોટરસાયકલમા આગળ લોખડની વસ્તુ રાખેલ છે. જે લોખડની વસ્તુ તેઓએ છળકપટથી કે ચોરીથી મેળવેલ છે તેવી હકીકત મળતા તે હકીકત આધારે જગ્યાએથી જતા ત્યા રાજકમલ ફાટક પાસે ઢેબર રોડ ઉપર એક ઇસમ તેના મોટરસાયકલમા આગળ કાઇક વસ્તુ રાખી નીકળતો જોવામા આવતા જેને પકડી લઇ મોટરસાયકલ આગળ ટાકી ઉપર રહેલ ગોદરેજ કંપનીની લોખડની તીજોરી મળી આવેલ, જે તીજોરીનુ ઢાકણુ (દરવાજો) અંદરની બાજુ વળેલ અને તુટેલ હોય, જેથી ઇસમને તીજોરી બાબતે પુછતા ઇસમ ગલ્લા-તલ્લા કરવા લાગતા જેથી ઇસમની યુક્તિ પ્રયુક્તિથી તીજોરી બાબતે પુછપરછ કરતા ઇસમે બે દિવસ પહેલા રાજકોટ જામનગર રોડ ઉપર પડધરી ગામ પહેલા આવેલ ઉમીયા ચા નામના કારખાના માથી આ તીજોરી ચોરી કરેલ હોવાનું જણાવેલ તેમજ તીજોરી માથી મળેલ રૂપીયા પોતાના ઘરે રાખેલ હોવાની કબુલાત આપતા જેના આધારે ઘરે જઇ તપાસ કરતા ઘરેથી ઉમીયા ચા નામના કારખાનામાથી ચોરી કરેલ જુદા-જુદા દરની ચલણી નોટો રોકડ રૂપીયા ૭,૦૦,૦૦૦ તેમજ આ તીજોરી તોડવા માટે ઉપયોગમાં લીધેલ સર-સામાન મળી આવતા તેમજ ઇસમ પાસેથી મળી આવેલ ડીલક્સ મોટરસાયકલ રજી નં.GJ-13-BA-1278 વાળાનો ચોરી કરવા માટે આવવા જવામા ઉપયોગ કરેલ હોય, જેથી રોકડ રુપીયા તથા મોટરસાયકલ તથા તીજોરી તથા મળી આવેલ સર-સામાન મળી કુલ કી.રૂ.૭,૫૧,૨૦૦ ગણી BNSS કલમ-૧૦૬ મુજબ શંકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી મજકુર ઇસમને BNSS કલમ-૩૫(૧)ઇ મુજબ અટક કરેલ છે આ બાબતે વેરીફાય કરતા રાજકોટ ગ્રામ્ય પડધરી પો.સ્ટે BNS કલમ-૩૦૫,૩૩૧(૪) મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરેલ છે. અંકીતભાઇ મહાદેવભાઇ વિકાણી ઉ.૨૪ રહે.લીલાપર રોડ આવાસ યોજના ક્વાટર્સ નં.બી-૧૪ મોરબી. મોરબી સીટી એ.ડીવીઝન પો.સ્ટે IPC કલમ-૩૮૦,૪૫૭ મુજબ ઉમીયા ટી નામના કીચન સાથેની એક સ્ટીલની ચાવી ૨ તથા એક મોટરસાયકલની ચાવી, ડીલક્સ મોટરસાયકલ રજી નં.GJ-13-BA-1278 કી.રૂ.૫૦,૦૦૦ કુલ કિ.૭,૫૧,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ હોય.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image