સગીર પૌત્રીની છેડતી કરનારને કહેવા જતાં વૃધ્ધ અને તેના પરીવાર પર મરચાની ભૂકી છાંટી હુમલો - At This Time

સગીર પૌત્રીની છેડતી કરનારને કહેવા જતાં વૃધ્ધ અને તેના પરીવાર પર મરચાની ભૂકી છાંટી હુમલો


વેલનાથપરામાં સગીર પૌત્રીની છેડતી કરનારને કહેવા જતાં વૃધ્ધ અને તેના પરીવાર પર ચાર શખ્સોએ મરચાની ભૂકી છાંટી લાકડીથી હુમલો ધમકી આપી હતી. ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
બનાવ અંગે વેલનાથપરામાં રહેતાં દેશુરભાઈ મનજીભાઈ કુવાદીયા (ઉ.વ.69) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પ્રકાશ મોહન ઉધરેજીયા, પ્રકાશનો પુત્ર, મુકેશ વિરચંદ સોલંકી અને એક અજાણ્યાં શખ્સનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે આઈપીસી 323, 354(ડી), 504, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ મજુરીકામ કરે છે અને પત્ની મધુ, પુત્ર પ્રકાશ અને ચાર પૌત્રીઓ તેમજ નાનો પુત્ર નીતિન અને તેમની પાંચ પુત્રીઓ સાથે રહે છે. ચાર-પાંચ દિવસથી ઘર પાસે સોસાયટીમાંમા રહેતાં પ્રકાશ ઉધરેજીયાનો દિકરો તેનુ બાઈક લઇ અવાર નવાર નીકળે છે અને તેની પૌત્રી ડેલી બહાર બેસી ઇમીટેશનનુ કામ કરતી હોય ત્યારે અવાર-નવાર ઇશારાઓ કરતો હોય જે વાત પૌત્રીએ ઘરના સભ્યોને કરેલ.
જેથી ગઈકાલે તેઓની પુત્રવધુ પ્રકાશ ઉધરેજીયાના ઘરે સમજાવવા ગયેલ પરંતુ તે ઘરે હાજર મળેલ નહી જેથી બપોરના સમયે તેઓના પુત્ર પ્રકાશ અને નીતીન તેના ઘરે સમજાવવા ગયેલ અને પ્રકાશ ઉધરેજીયાને તેના પુત્ર વિષે વાત કરેલ કે, તમારો દિકરો અમારી દિકરીને હેરાન કરે છે તો આરોપીએ પ્રકાશ અને નીતીન સાથે ઝઘડો કરતાં તેઓ ઘરે આવી ગયેલ હતાં.
બાદમાં બપોરના ત્રણેક વાગ્યા આસપાસ તેઓ તેના બંને પુત્રો સાથે ઘર પાસે બેઠા હતા ત્યારે પ્રકાશ ઉઘરેજીયા તેનો દિકરો તેમજ મુકેશ સોલંકી અને એક અજાણ્યો શખ્સ બાઇકમાં લોખંડના પાઈપ સાથે ઘસી આવ્યાં હતાં અને પ્રકાશ ઉધરેજીયા કહેવા લાગેલ કે, મારા દિકરાની રાવ લઇને મારા ઘરે આવવાની તમારી હિંમત જ કેમ થઇ તેમ કહી મુકેશ સોલંકી તથા તેની સાથેના અજાણ્યા શખ્સે ખિસ્સામાંથી મરચાની ભુકી કાઢી ફરિયાદીના પરીવાર પર ઉડાડેલ.
ત્યારબાદ આ પ્રકાશ ઉઘરેજીયાએ પાઈપથી હુમલો કરતાં કર્યો હતો. તેમજ પ્રકાશન પુત્રએ પાઇપ વડે ફટકારવા લાગતા કમર પાસે અને હાથમાં ઈજા પહોંચી હતી. તેમજ અન્ય બે શખ્સે ઢીકાપાટુનો મારમાર્યો હતો.
દરમિયાન દેકારો થતાં લોકો દોડી આવતાં ચારેય શખ્સો બાઈકમાં નાસી છૂટ્યા હતાં. બાદમાં ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવારમાં ખસેડયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ એમ.આઈ.શેખ અને સ્ટાફે અરોપીની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.