પ્રદ્યુમન પાર્ક એન્ડ ઝૂમાં દિવાળીથી ભાઈબીજ સુધીમાં અંદાજિત 60 હજાર સહેલાણીઓ ઉમટ્યા, શુક્રવારે પણ ઝૂ ખુલ્લું રહેશે - At This Time

પ્રદ્યુમન પાર્ક એન્ડ ઝૂમાં દિવાળીથી ભાઈબીજ સુધીમાં અંદાજિત 60 હજાર સહેલાણીઓ ઉમટ્યા, શુક્રવારે પણ ઝૂ ખુલ્લું રહેશે


રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. આ અંગે રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, દર વર્ષે દિવાળી થી લાભપાંચમ સુધીમાં અંદાજિત 60 હજાર મુલાકાતીઓ ઝૂ ની મુલાકાતે પધારતા હોય છે. નિયમીત રીતે ઝૂ દર શુક્રવારનાં રોજ મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે દિવાળી તહેવારો દરમિયાન શુક્રવાર આવતો હોવાથી આ શુક્રવારે રોજ ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્‍લુ રાખવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.