મહુવામાં આંગણવાડી પાસે જ ગંદકીનું સામ્રાજય
મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્રનાં મીની કાશ્મીર તરીકે ઓળખાતા મહુવામાં શહેરમાં કંઈક ને કંઈક વિસ્તારમાં કચરાના ઢગ તથા ગટરો ઉભરાવવાના કારણે ઠેર ઠેર ગંદકી જોવા મળી રહી છે જે દ્રશ્યોમાં જોય રહ્યા છો શાસ્ત્રીવસાહટ મગન કરશનના પુતળા પાસે સ્લમ વિસ્તારમાં આવેલી આઈ.સી.ડી.એચ.યોજના હેઠળ મહુવા નગરપાલિકા સંચાલિત આંગણવાડી કેન્દ્ર.નં-૩/૫૮ સામે કચરાના ઠગ જોવા મળી રહ્યા છે આ ગંદકીના કારણે આંગણવાડીના ભુલકાઓને આરોગ્ય સામે જોખમ સર્જાયું છે ત્યારે મીની કાશ્મીર તરીકે ઓળખાતા મહુવા શહેરમાં છેલ્લા ઘણા સમયથી અનેક સ્થળોએ સફાઈના અભાવે ગંદકી નું સામ્રાજ્ય વધી રહ્યું છે તંત્રની બેદરકારીને કારણે આંગણવાડીના ભુલકાઓને આરોગ્ય જોખમમાં મૂકાય છે તેમજ ગંદકીના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે તથા વિસ્તારનાં સ્થાનિક લોકો પણ ઠેર ઠેર ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે
રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.