શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવાર દ્વારા પોરબંદર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા સેવારત્નો સાથે શુભેચ્છા મુલાકાત. - At This Time

શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવાર દ્વારા પોરબંદર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા સેવારત્નો સાથે શુભેચ્છા મુલાકાત.


શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવાર દ્વારા પોરબંદર જિલ્લામાં વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા સેવારત્નો સાથે શુભેચ્છા મુલાકાત.

તા. ૦૩/૦૪/૨૦૨૫,ગુરુવારના રોજ શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રી નાથાભાઈ નંદાણિયા,મણીલાલ ઘેરવડા તેમજ અરુણભાઈ સોલંકી દ્વારા G.M.E.R.S મેડિકલ કોલેજ-પોરબંદરની મુલાકાત કરી હતી.
આજે પ્રથમ મેડિકલ કોલેજ ના ડીન.ડો.શીંદેસાહેબ સાથે એમની ઓફિસમાં જ મુલાકાત થઈ હતી, જેમાં સાહેબે મેડિકલ કોલેજ દ્વારા દેહદાનના સંકલ્પ પત્ર ભર્યા છે અને દેહદાન માં ડેથ બોડી અર્પણમાં પણ જે લોકોએ સહયોગ કર્યો છે, એમના અનુસંધાને જણાવ્યું હતું કે આ દેહદાનમાં મેડિકલ કોલેજ, સોસાયટી,સમાજ અને સ્વેચ્છિક સંસ્થાઓનો સહયોગ ખુબ અનિવાર્ય છે અને જે સહયોગ મળી રહ્યો છે તે બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો છે વધુમાં સાહેબશ્રીએ કહ્યું છે કે બધી કડી સાથે જોડાય અને જરુરી વ્યવસ્થામાં આવી રીતે દેહદાન મળે એટલે આવનાર સમયમાં વધુ સારા ડોક્ટરો મેડિકલ કોલેજના માધ્યમથી સમાજ ને આપી શકાય.

ડીન સાહેબ એ સ્પષ્ટ ઓફર કરી છે કે તમારા વિસ્તારમાં મેડિકલ અવરનેશ માટે કોઈ પણ જરુર હોય જેવી કે,
મેડિકલની ટીમ, થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન , સી.પી.આર., ઈમરજન્સી જરુરિયાત વગેરે બાબતે પૂર્ણ સહકાર આપશે.

આપણું શારીરિક સ્વાસ્થ્ય જેવા અનેક વિષયોમાં પુર્ણ માર્ગદર્શન અને જરુરી તાલીમ પણ સાહેબ આપી રહ્યા છે.

આવી કોઈ પણ જરુરિયાત સમયે આપ શિવમ્ ચક્ષુદાન -આરેણા ને જ્યાં જરુર પડે ત્યાં મેડિકલ કોલેજ આપની સાથે હર હંમેશ રહેશે તેવો સાહેબે સાથ અને સહકાર આપ્યો હતો.
આ તકે અમો શિવમ્ ચક્ષુદાન પરિવાર મેડિકલ કોલેજ ના ડીન ડો. શિંદેસાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ.

એનાટોમી વિભાગના હેડ ડોક્ટર શ્રી જાવિયા સાહેબ કે જેઓએ મેડિકલ કોલેજ ના બધા જ વિભાગની વિઝીટમાં સાથે રહી ત્રણ લેબ , લેક્ચર વિભાગ, લાયબ્રેરી, જેવા અન્ય કાર્યરત વિભાગો ની ઝીણવટભરી માહિતી ઉપલબ્ધ કરાવી હતી.

સાથે સાથે મેડિકલ કોલેજ માટે દેહદાનનું શું મહત્વ છે? એમની માહિતી પણ ડો.મયક જાવિયા સાહેબે લેબમાં જ આપી હતી.
આમ સાહેબે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે આપ જેવી અન્ય સંસ્થાઓના સહયોગથી દેહદાન જેવા મહાદાનના સુત્ર સાથે વધુ દેહદાન માટે સંકલ્પ કરે તો મેડિકલ કોલેજના માધ્યમથી સમાજને સારા ડોક્ટરો આપી શકીશું, અને તંદુરસ્ત ભારતના સુત્રને સાર્થક કરવામાં આપણું વધુ સારું યોગદાન હશે.

અમે મેડિકલ કોલેજની મુલાકાતમાં એક બાબતની સ્પષ્ટ નોંધ કરી કે, અહીં શિસ્ત, સંયમ અને શાંતિનો સમન્વય જોવા મળ્યો, આ બાબત મારા હ્રદય ને સ્પર્શી છે.જે કોલેજ ના મેનેજમેન્ટ , ગુરુજનો ( પ્રોફેસર) અને સ્ટાફ તથા વિદ્યાભ્યાસ કરી રહેલા ભાવી ડૉક્ટરશ્રીઓને આભારી છે.

મેડિકલ કોલેજની વિઝીટ બાદ રેડ ક્રોસ સોસાયટી ના નેજા હેઠળ ચક્ષુદાનની પ્રવૃત્તિમાં મહત્વ નું યોગદાન આપી રહ્યા છે એવા ડો.નિતિન પોપટ સાહેબ સાથે ખુબ જ ઝીણવટ ભરી ચર્ચા કરી હતી.સાહેબ સાથે થોડીવાર જ્ઞાનગોષ્ઠી કરવાનો એક અવસર મળ્યો હતો.જે મુલાકાત ખુબ જ આનંદદાયી રહી.

ત્યારબાદ રક્તદાન ક્ષેત્રે ખુબ સારું કાર્ય કરી રહેલ શ્રી રામ બ્લડ બેંક ની મુલાકાત લિધી ત્યાંના મેનેજીંગ ડાયરેકટર જયપાલસિંહ જેઠવા સાહેબ અને સ્ટાફ સાથે બ્લડ ની ઊણપ આજ ના સમયે વિકટ પરિસ્થિતિમાં બ્લડની વ્યવસ્થા કરવી, વગેરે જેવા વિષય ઉપર ખુબ સારી ચર્ચા થયેલ.
વૃજલાલ દાવડા સાહેબ કે જેવો પુ.જીલ્લા શિક્ષણ અધીકારી અને નેચર કલબ ના મેમ્બર છે,એમના ઘરે પણ મહેમાનગતી માણી હતી અને પર્યાવરણ વિષય ઉપર ખુબ સારી ચર્ચા કરી હતી તેમજ વજુદાદાએ પક્ષી અને વૃક્ષો વિષે રસપ્રદ વાતો કરી હતી અને તેમણે ૮૨ વર્ષની વયે પોતાને થયેલા અનુભવો વાગોળ્યા હતા.
દર્શન ભાઈ જોષી કે જેઓ ગૌ સેવા,પક્ષીઓની સેવા સાથે ઘણી સેવાકીય પ્રવૃતિ કરી રહ્યા છે સાથે સાથે આપણા વિસ્તાર ના જે દેહદાન ના સંકલ્પ પત્ર ભર્યા હોય તે મેડિકલ કોલેજ સુધી પહોંચાડવાની મહત્વની ભુમિકા ભજવે છે. દર્શનભાઈ જોષી સાથે સમય ના અભાવે રસ્તે શુભેચ્છા મુલાકાત જેવું રહ્યું હતું.
આજ દિવસે પોરબંદર ખાતે આવા વિર સેવારત્નો ને મળી અમો અમારી જાતને ગૌરવ સાથે અહોભાગ્ય માનીએ છે.
આપ સૌ મહાનુભાવો પોરબંદર જિલ્લામાં જે સેવા આપી રહ્યા છો જે આપની શુભેચ્છા મુલાકાત દ્વારા અમોને ખુબ જ જાણકારી અને પ્રેરણા મળી છે.આપ સૌએ પોતાના કાર્યમાં વ્યસ્ત છતાં શિવમ્ ચક્ષુદાન-આરેણા પરિવાર સાથે રહી ખુબ સાથ,સહકાર અને માર્ગદર્શન આપ્યું તે બદલ અમો આપનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આપના કાર્યોને બિરદાવીએ છીએ.

રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image