પરિણીતા સાથે પતિ ઝઘડો કરતો, સાસરીયાઓ પણ ત્રાસ આપતાં - At This Time

પરિણીતા સાથે પતિ ઝઘડો કરતો, સાસરીયાઓ પણ ત્રાસ આપતાં


હાલ રાજકોટના ઉમરાળી ગામે માવતરના ઘરે રહેતી પરિણીતાએ ગંજીવાડા વિસ્તારમાં રહેતા પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અંગેની ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે હાલ ઉમરાળી ગામે માવતરના ઘરે રહેતી વનિતાબેન (ઉ.વ 31) નામની પરિણીતાએ થોરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પતિ હિરેન રામજીભાઈ રાઠોડ, સાસુ દિવ્યાબેન, કાકાજી સસરા ભરત પૂજાભાઈ રાઠોડ, છગન ભરતભાઈ રાઠોડ, કાકીજી સાસુ અનિતાબેન ભરતભાઈ રાઠોડ (રહે. બધા. ગંજીવાડા શેરી નંબર 8) ના નામ આપ્યા છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન દસ વર્ષ પૂર્વે હિરેન રાઠોડ સાથે થયા હતા લગ્નજીવન થકી સંતાનમાં ચાર વર્ષનો પુત્ર છે. ગત તા. 7/4/2025 ના બોલાચાલી કરી ઝઘડો કરતો હતો.
જેથી આ બાબતે સાસુ તેમજ અન્ય સાસરિયાઓને કહેતા તેણે પતિનો પક્ષ લીધો હતો અને ત્રાસ આપતા તે માવતરના ઘરે આવી ગઈ હતી. લગ્નજીવન દરમિયાન પતિ સહિતના સાસરીયાઓ નાની-નાની બાબતે શારીરિક માનસિક ત્રાસ આપતા હોય તેથી તે પાંચેક વખત માવતરના ઘરે રિસામણે આવી હતી. બાદમાં તેને તેડી જઈ થોડો સમય સારી રીતે રાખ્યા બાદ ફરી ત્રાસ આપવા લાગતા હતા. જેથી અંતે કંટાળી જઈ તેણે આ અંગે પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image