સુરેન્દ્રનગરમાં બે સંતાનો સાથે આત્મહત્યા કરવા નીકળેલી મહિલાને 181અભયમ ટીમે બચાવી - At This Time

સુરેન્દ્રનગરમાં બે સંતાનો સાથે આત્મહત્યા કરવા નીકળેલી મહિલાને 181અભયમ ટીમે બચાવી


સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરીને જાણ કરેલ કે અહીં ભોગાવો નદી કાંઠે પુલની બાજુમાં એક 35 વર્ષીય પિડીત મહિલા પોતાના બંને બાળક લઈને આત્મહત્યા કરવાના ઈરાદે આવેલ છે આથી હાલ તેમની મદદ માટે ફોન કરેલ છે આથી તુરંત અભયમ ટીમ કાઉન્સલર મધુબેન વાણીયા અને પાયલોટ પ્રકાશભાઈ ગોસ્વામી ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચ્યા હતા જ્યાં મહિલાને પહેલા તો આશ્વાસન આપીને શાંત કરીને પૂછતા મહિલાએ જણાવેલ કે છેલ્લા દસ વર્ષથી તેમના પતિ શારીરિક અને માનસિક ત્રાસ આપે છે પીડિત મહિલાના પતિ અવારનવાર કામ કાજના બહાને 7 દિવસ કે 15 દિવસ બહારગામ જતા રહે છે મહિલાને તેમના પતિ પર શંકા છે કે તે અન્ય મહિલાના પ્રેમ સંબંધમાં છે આથી જ્યારે પતિ ઘરે આવે છે ત્યારે પીડિતા પતિને પૂછપરછ કરે છે ત્યારે પતિ મહિલા પર ગુસ્સો કરીને અપશબ્દ બોલવા લાગે છે અને મારઝૂડ કરે છે ત્યારબાદ પીડિતા ઘર વપરાશ માટે પતિ પાસે પૈસા માંગે છે તો પતિ પૈસા આપવાની ના પાડે છે અને ઘરેથી નીકળી જવા કહે છે અવાર નવાર મહિલાને તેમના પતિ નાની નાની બાબતમાં ઝઘડો કરીને ઘરેથી કાઢી મૂકે છે આથી મહિલા પિયરમાં જતા રહે છે અને પરંતુ પીડિતા થોડા સમય બાદ પોતાના ઘર સંસાર ચલાવવા માટે સામેથી સાસરિયામાં આવી જાય છે એક રાત્રે પીડિતાના પતિ જ્યારે બહારગામ હોય ત્યારે ફોન કરીને જણાવે છે કે હું ઘરે આવું ત્યાં સુધીમાં તું મરી જજે અથવા હું ઘરે આવીશ તો તને મારી નાખીશ એવું કહે છે આ વાતની જાણ પીડિતા તેના સાસુને કરે છે ત્યારે સાસુ પણ પીડિતાને કહે છે કે તું દવા પીને મરી જા રોજ રોજના આ ત્રાંસથી માનસિક રીતે કંટાળી જઈને પીડિતા પોતાના બંને બાળકને લઈને ઘરેથી નીકળી જાય છે અને સુસાઇડ નોટ પણ લખે છે અને મરી જવાના ઇરાદે ભોગાવો નદીને કાંઠે આવી પહોંચે છે જ્યાં એક જાગૃત નાગરિક પીડિતાને અટકાવીને બેસાડે છે અને 181 પર ફોન કરીને જાણ કરે છે આમ આપઘાત કરવા નીકળેલી મહિલાને 181 ના કાઉન્સલર મધુબેન દ્વારા કુશળ કાઉન્સિલિંગ થકી આત્મહત્યાના વિચારમાંથી મુક્ત કરી તેમજ કાયદાકીય માહિતી આપેલ અને પીડિત મહિલાને પૂછતા તે જણાવે છે કે હાલ પોતાના પિયરમાં નથી જવું જો ત્યાં પતિ આવશે તો તેને મારપીટ કરશે અને સાસરિયામાં લઈ જશે આથી પીડીતા હાલ સાસરિયામાં કે પિયરમાં જવાની ના પાડે છે માટે પીડિત મહિલા અને તેના બંને બાળકને સુરક્ષિત આશ્રય અને લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે સુરેન્દ્રનગર સ્થિત સખી વન સ્ટોપ સેન્ટરમાં હાલ લઈ જવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.